Friday, May 1, 2026
HomeGeneralઅમદાવાદ કોંગ્રેસે કરી નાખ્યું રિવરફ્રન્ટ પર સ્પોર્ટ્સ પાર્કનું ઉદ્ઘાટન, જાણો ભાજપ કેમ...

અમદાવાદ કોંગ્રેસે કરી નાખ્યું રિવરફ્રન્ટ પર સ્પોર્ટ્સ પાર્કનું ઉદ્ઘાટન, જાણો ભાજપ કેમ જોતું રહી ગયું…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદનાં રિવરફ્રન્ટ પર કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ પાર્કનું આજે વિપક્ષના નેતા સહેજાદખાન પઠાણ દ્વારા ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે. છેલ્લા એક મહિનાથી બનીને તૈયાર થયેલા સ્પોર્ટ્સ પાર્ક બંધ હાલતમાં પડી રહ્યું હતું ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ દ્વારા આ પાર્કને સામન્ય જનતા માટે ખુલ્લુ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો અને આજે સવારે વિપક્ષના નેતા, અન્ય વિપક્ષના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ દ્વારા પાર્કને સામન્ય જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું, જેને કારણે સત્તાપક્ષ ભાજપને મોંઢામાં આંગળા નાખી જોતુ રહેવાની ફરજ પડી હતી.

અમદાવાદ પાલડી NID પાસે કોર્પોરેશન દ્વારા અંદાજિત 24 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સ્પોર્ટ્સ પાર્કને આજે સવારે વિપક્ષના નેતા સહેજાદખાન પઠાણ દ્વારા જાતે રિબીન કાપીને પાર્કમાં મૂકવામાં આવેલા સાધનો પર બેસીને કસરત કરીને પાર્કને સામાન્ય જનતા માટે ખુલ્લુ મૂક્યું હતું.

- Advertisement -




રમત-ગમતમાં રસ ધરાવતા યુવાનો માટે અને ભવિષ્યમાં અમદાવાદમાં કોઈ મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ રિવરફ્રન્ટ પર પૂર્વમાં શાહપુર અને પશ્ચિમમાં NIDની પાછળ એમ બે સ્પોર્ટ્સ પાર્ક બનાવવામાં આવ્યા છે. છેલ્લા એક મહિનાથી આ પાર્ક તૈયાર હોવા છતાં ભાજપના નેતાઓ ફિનિશિંગ કામ બાકી છે તેવું કહીને ઉદ્ઘાટન કરવાનું ટાળતા હતા. વિપક્ષ દ્વારા તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે નેતામાં પોતાને ગમતા માનીતા કોન્ટ્રાકટરને પાર્ક ચલાવવા માટે કોન્ટ્રાક્ટ આપવા માટે ખેંચતાણ હોવાને કારણે આ પાર્ક બંધ પડી રહ્યા હતા.

અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા સહેજાદખાન પઠાણે જણાવ્યુ હતું કે, “અમદાવાદ રિવરફ્રન્ટ પર અંદાજે 24 કરોડથી વધુના કરોડના ખર્ચે બનાવેલા 2 સ્પોર્ટ્સ પાર્ક મહિનાથી તૈયાર હોવા છતાં ભાજપના અમુક નેતાઓ પાસે ઉદ્ઘાટન કરવાનો સમય નહીં હોવાના કારણે ધૂળ ખાઈ રહ્યા હતા. આજે યુવાઓની લાગણીને માન આપી કોંગ્રેસ દ્વારા સ્પોર્ટ્સ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.”

- Advertisement -




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular