નવજીવન. અમદાવાદ: અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં એકાએક રિડેવલપમેન્ટ સાઇટ પર ભેખળ ધસી પડતાં અકસ્માત સર્જાયો હતો. રિડેવલપમેન્ટ સાઇટ પર ચાલુ કામગીરી દરમિયાન અચાનક ભેખળ ધસી પડતાં બે મજૂરો માટીની નીચે દબાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયબ્રિગેડના અધિકારીઓએ અને કર્મચારીઓ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કરી શરૂ કર્યું હતું.
મળતી માહિતી મુજબ અમદાવાદનાં નારણપુરા વિસ્તારમાં અમીકુંજ ચાર રસ્તા પાસે ધરમ ડેવલોપર્સ દ્વારા એક સાઇટનું રિડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું હતું. આ સાઇટ પર પિલરનું કામ કરતી વખતે અચાનક ભેખળ ધસી પડી હતી. જેના કારણે માટીની નીચે બે મજૂરો દટાયા હતા. જોકે અત્યારે બંને મજૂરોને ફાયરબ્રિગેડના કર્મચારીઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે અને સારવાર માટે તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ મોકવામાં આવ્યા છે.
ફાયરબ્રિગેડના અધિકારીઓએ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ” ફાયરબ્રિગેડ દ્વારા ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુની કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી. ફાયરબ્રિગેડના કર્મચારીઓ દ્વારા 35મિનિટ મહેનત કરીને જયસિંગભાઈ ડામોર અને પરૂભાઈ ડયમીને બચાવી લેવામાં આવ્યા છે અને સારવાર માટે સોલા સિવિલ મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક રીતે એવું જાણવા મળ્યું છે કે બંને શ્રમિકો સેફટીના પૂરતા સાધનો વગર કામ કર્તા હોવાને કારણે અકસ્માતના ભોગ બન્યા હતા.”
ફાયરબ્રિગેડની પ્રસંસનીય કામગીરીરને કારણે આ શ્રમિકોનો જીવ તો બચી ગ્યો પરંતુ બિલ્ડરોની આવી બેદરકારીને કારણે ક્યાં સુધી શ્રમિકો પોતાનો જીવ ગુમાવતાં રહેશે? શું તંત્ર તેમની સામે કોઈ પગલાં લેશે?
અમદાવાદ: નારાયણપુરામાં અમીકુંજ ચાર રસ્તા પર રિડેવલોપ થતી સાઈટમાં પીલરની કામગીરી ટાણે 2 શ્રમિકો દબાયા#Ahmedabad #Naranpura #FireBrigade #Rescue #Gujarat pic.twitter.com/661pxY8mKB
— Navajivan News (@NavajivanNews) January 28, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












