Wednesday, April 29, 2026
HomeGeneralVideo: બુટલેગરોની હિંમત વધી, પોલીસને દોડાવી દોડાવીને ફટકારી, જુઓ

Video: બુટલેગરોની હિંમત વધી, પોલીસને દોડાવી દોડાવીને ફટકારી, જુઓ

- Advertisement -

નવજીવન.અમદાવાદ: અમદાવાદમાં એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. બેફામ બુટલેગરે પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો કરીને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદમાં સામન્ય માણસ તો ઠીક પણ પોલીસ જ સુરક્ષિત નથી તે વાત સાબિત કરતો કિસ્સો બન્યો છે. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ બન્યા છે. જો કે રાજયમાં પોલીસની જાણ બહાર દારૂ લાવવો કે વેચવોએ બુટલેગરો માટે લોઢાંના ચણા ચાવવ જેવી વાત છે.




પ્રાપ્ત માહિત અનુસાર, અમદાવાદના નરોડામાં મૂઠિયા ગામમાં પ્રોહિબિશનના ગુનાના આરોપીને પકડવા માટે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સુરેશકુમાર કાલિયા અને અન્ય ત્રણ પોલીસકર્મી ગયા હતા. વોન્ટેડ આરોપી અનિલ ઉર્ફે કાળી તેની રહેણાક વાળી જગ્યાએ મળી આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

- Advertisement -

જો કે આરોપીએ બૂમાબૂમ કરતાં આરોપીના ત્રણ ભાઈઓ અને તેના પિતા દંડા અને પાઇપ જેવા હથીયારો સાથે આવી પહોંચ્યા હતા અને કહેવા લાગ્યા કે “નરોડા પોલીસ વાળા દારૂનો ધંધો કરવા દેતા નથી રેડ કરીને હેરાન કરે છે આજે તો પતાવી જ દો” તે દરમિયાન ટોળું ભેગું થઈ જતાં મામલો બીચક્યો હતો અને પોલીસ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો . જો કે એટલાથી મન ન ભરતા પોલીસને જાહેર રસ્તા પર દોડાવી દોડાવીને માર્યા હતા. તે દરમિયાન એક પોલીસકર્મી પડી ગયો હતો તેમ છતાં તેને પાઇપ વડે મારવામાં આવ્યો હતો. પોલીસકર્મી અજાણ્યા એક્ટિવા ચાલકની મદદથી ભગવાનો પ્રયત્ન કરતાં ત્યાથી પણ તેને દબોચીને ફટકાર્યો હતો.

સમગ્ર બનાવના પગેલે ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અનિલ સોલંકી, સંજય સોલંકી, પ્રદીપ સોલંકી, બાલદેવ સોલંકી સહિત 12 લોકો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


આહીંયા જે વીડિયો દર્શાવવામાં આવ્યો છે તેમાં અપશબ્દો હોવાને કરણે વીડિયોને મ્યુટ કરવામાં આવ્યો છે.

- Advertisement -


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular