Wednesday, August 26, 2026
HomeGeneralઅમદાવાદમાં રથયાત્રાના દિવસે જાણો કયો રસ્તો ચાલુ અને કયો બંધ રહેશે

અમદાવાદમાં રથયાત્રાના દિવસે જાણો કયો રસ્તો ચાલુ અને કયો બંધ રહેશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં આવતી કાલે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળવાની છે. મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે ભગવાન જગન્નાથ નગર ચર્યાએ નીકળવાના છે તેવામાં આ વર્ષે મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્તો રથયાત્રામાં જોડાવવાના છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો હજાર રહેવાના હોવાથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસે વિશેષ આયોજન કર્યું છે. રથયાત્રાના રુટને ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે.



ભગવાન જગન્નાથજીની રથયાત્રા સવારે જમાલપુરથી ખમાસા આસ્ટોડિયા થઈને રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા, કાલુપુર થઈને સરસપુર ભગવાનનાં મોસાળમાં જતી હોય છે. જ્યારે પરત ફરતી વખતે સરસપુરથી કાલુપુર, દરિયાપુર, શાહપુર રંગીલા ચોકી, દિલ્હી ચકલા, ઘી કાંટા પાનકોર નાકા, સાંકડી શેરીનાં નાકે થઈ માણેકચોક, દાણાપીઠથી ખમાસા થઈને નિજ મંદિરે પરત ફરતી હોય છે. રથયાત્રાના દિવસે આ તમામ રૂટો બંધ રાખવામાં આવશે. જેના કારણે વાહનચાલકોને અન્ય રૂટ પરથી પસાર થવાનું રહેશે.

રથયાત્રાના દિવસે વૈકલ્પિક રૂટ
નીચે મુજબ છે
1. રાયખંડ ચાર રસ્તા, વિકકોટીયાગાર્ડન, રીવરફ્રન્ટ, કુલબજાર, જમાલપુર બ્રિજ વાયા ગીતામંદિર

2. રાયખંડ ચાર રસ્તા, જમાલ પુર ગાયકવાડ હવેલી

- Advertisement -

3. આસ્ટોડિયા ચાર રસ્તા, ગીતા મંદિર, જમાલપુર બ્રિજ, સરદાર બ્રિજ, પાલડી

4. કામદાર ચાર રસ્તા, હરીભાઈ ગોદાણી સર્કલ, પોટલીયા ચાર રસ્તા, નિર્મલપુરા ચાર રસ્તા, ચામુડાબ્રિજ, યમનપુરા સર્કલ, અસારવા બ્રિજસ ઈદગાહ સર્કલ

5. ઈન્ટમટેક્ષ ગાંધી બ્રિજ, રાહત સર્કલ, દિલ્હી દરવાજા, ઈદગાહ સર્કલ
6. દિલ્હી દરવાજા, રાહત સર્કલ, દઘીચી સર્કલ, રીવરફ્રન્ટ, લેમન ટ્રી, રૂપાલી, વીજળીઘર, લાલ દરવાજા

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular