નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. યુવકને દેવું થઈ જતાં મિત્ર પાસેથી લીધેલા ઉછીના પૈસા ચૂકવવા માટે ATM મશીન તોડવા પહોંચ્યો હતો. જો કે પોલીસની તાત્કાલિક કાર્યવાહીના કારણે યુવક ATM મશીનમાંથી પૈસા કાઢવામાં નિષ્ફળ થયો હતો. ATM મશીનમાં છેડછાડ થતાં બેન્કની ઇ-સર્વેલન્સની ટીમ સતર્ક થઈ હતી.
માહિતી અનુસાર, રાજકોટના કાલાવડ રોડના ન્યારી ડેમ પાસે આસોપાલવ સ્ક્વેર બિલ્ડીંગમાં રહેતો દર્શન ગોરધનભાઈ વાઘેલા (ઉં24)ને ATM મશીન તોડતા પોલીસે ઝડપી પાડ્યો હતો હતો. પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, રાજકોટના ટાગોર રોડ પાસે આવેલા બેન્ક ઓફ બરોડા ATMમાં એક વ્યક્તિ મશીન તોડી રહ્યો છે. મેસેજ મળતા જ રાત્રે 3 વાગ્યાની આસપાસ પોલીસ કાફલો ATMએ પહોંચ્યો હતો.
પોલીસ કાફલો ATM મશીન પાસે પહોંચતા એક વ્યક્તિ કતાર અને ડિસમિસ જેવા સાધનો વડે મશીન તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેને પોલીસે દબોચી લીધો હતો. આ વ્યક્તિએ ATMનો એક ભાગ ડિસમિસથી તોડી નાખ્યો હતો. બેન્ક ઓફ બરોડાના ATMમાં છેડછાડ થતાં હૈદરાબાદ ખાતે આવેલી ઇ સર્વેલન્સની ટીમે બેન્કના IT અધિકારીને જાણ કરી હતી. ત્યારબાદ તરત પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ પૂછપરછ સામે આવ્યું હતું કે, દર્શનને પોણા બે લાખ રૂપિયાનું દેવું થઈ જતાં રકમ ચૂકવવા માટે ATM તોડવાનો પ્લાન બનાવ્યો હતો. આ પ્લાન એક દિવસ અગાઉ સાઉથની ફિલ્મ જોયા બાદ બનાવ્યો હતો. દર્શન કડિયાકામ કરીને ગુજરાન ચલાવતો હતો. તેણે મિત્ર પાસેથી પોણા બે લાખ ઉછીના લીધા હતા. જે રકમ ચૂકવવા માટે દર્શન ATM મશીન તોડવા માટે પહોંચ્યો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











