પ્રશાંત દયાળ (નવજીવન.અમદાવાદ): અમદાવાદમાંથી નીકળતી પરંપરાગત 145મી રથયાત્રામાં બે વર્ષ પછી લોકો શામેલ થઈ શક્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ પ્રેમ દરવાજાથી શાહપુર રંગીલા ચોકી સુધી યાત્રામાં ચાલતા શામેલ થયા હતા. હર્ષ સંઘવી શાહપુરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક લાકડાની કેબીન પર યાત્રા જોવા માટે કેટલાક લોકો ઊભા હતા ત્યારે અચાનક કેબીન ધરાશાયી થતા હર્ષ સંઘવી સહિત તેમની સાથે રહેલા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને પોલીસ અધિકારીઓ નીચે ગબડી પડેલા લોકોને બચાવવા દોડી ગયા હતા.
ગબડી પડેલા લોકોમાં નાના બાળકો પણ શામેલ હતા. હર્ષ સંઘવીએ તુરંત એ બાળકોને પોતાની પાસે લઈ લીધા હતા. બાળકો પડી જવાની સાથે પોતાના માતા પિતાથી વિખુટા પડી ગયા હોવાના કારણે રડી રહ્યા હતા. હર્ષ સંઘવીએ તેમના આંસુ લુછી તેમને શાંત્વના આપી અને સાથે રહેલા અધિકારીઓને તેમના માતા પિતાને શોધવાની સૂચના આપી હતી. આ ઘટનામાં લગભગ પંદરેક લોકો કેબીન ઉપરથી પડી ગયા હતા. સદનસીબે સામાન્ય ઈજાઓને બાદ કરતાં કોઈ જાનહાની થઈ નથી. આ પહેલી રથયાત્રા હશે જેમાં ગૃહ રાજ્યમંત્રી આટલા લાંબા રૂટ પર ચાલતા શામેલ થયા હોય. જુઓ આ ઘટના દરમિયાનનો વીડિયો…
અમદાવાદ રથયાત્રાઃ હર્ષ સંઘવી શાહપુરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ એક કેબીન તૂટી પડ્યું અને બાળકો દબાયા #Ahmedabad #AhmedabadRathYatra #RathYatra2022 #RathYarta pic.twitter.com/DidvWxQuVD
— Navajivan News (@NavajivanNews) July 1, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












