નવજીવન અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ધણા સમયથી મહિલા સંબંધી ગુનામાં સતત વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં સુરત અને ગાંધીનગરમાં બાળકી ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી હતી. શહેરમાં આ રીતની ધટના અટકાવવા માટે અમદાવાદમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરિયમ ખાતે ” safe city project for safety of women” અંતર્ગત પોલીસની SHE ટીમ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
અમદાવાદમાં 2019થી SHE ટીમની રચના કરવામાં આવી છે. SHE ટીમનું મુખ્ય કામ ગુનાની અંતર્ગત ઘરેલુ હિંસામાં કોઈપણ ભોગ બનાર મહિલાનું પ્રોપર કાઉંસીલિંગ થાય તે માટે પોલીસ સ્ટેશન દીઠ SHE ટીમની રચના કરવામાં આવી છે. આજનો કાર્યક્રમ SHE ટીમ કેવી રીતે કાઉંસીલિંગ કરી શકે તેના માર્ગદર્શન મળી રહે તે માટે એક દિવસનું તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. SHE ટીમને વધુ મજબૂત બનાવવા માટે સાઈકાટ્રીસ્ટ, સાયકોલોજિસ્ટ અને મોટીવેશનલ સ્પીચ આપનારને બોલવવામાં આવ્યા છે. આજના કાર્યક્રમમાં અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનના આશરે 500 જેટલા કર્મચારી જોડાયા હતા.
આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ. રાજુલબેન એલ. દેસાઈ આવ્યા હતા. જેમણે SHE ટીમને તાલીમ આપી હતી. કાર્યક્રમ દરમિયાન ડૉ. રાજુલબેન એલ. દેસાઈ જણાવ્યુ હતું કે આપણે અપડેટ થઈને કોલેજ અને યુનિવર્સિટીમાં જઈને આપણાં યૂથને સોશિયલ મીડિયા માટે કયા સાવચેતીના પગલાં રાખવા જોઈએ તેના માટે સતર્ક કરવા જોઈએ.

આ કાર્યક્રમમાં અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રેવાસ્તવ, અમદાવાદ જોઈન્ટ કમિશનર અજય ચૌધરી,મયંક ચાવડા, ગૌતમ પરમાર, પ્રેમવીરસિંહ અને આર. વી. અસારી હાજર રહ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ પોલીસના અન્ય અધિકારીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









