નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પોલીસકર્મી સહિત સ્થાનિક આગેવાનો અને યુનિવર્સિટીના વિધાર્થીઓએ રક્ત દાન કર્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પ શેહરના કેન્સરગ્રસ્ત તેમજ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે કરવામાં આવ્યું હતું. આ કેમ્પના અંતે કુલ 451 યુનિટ રક્તદાન એકત્રિક થયું હતું.

અમદાવાદના પૂર્વ પોલીસ કમિશનર એ.ક.સિગએ અમદાવાદ શહેરના અઢીસોથી વધુ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને દત્તક લીધા હતા. આ બાળકોને રક્ત પુરુ પાડવા માટે પોલીસે પહેલ કરી છે. જેના ભાગરૃપે અમદાવાદ શહેરના બાવન પોલીસ સ્ટેશનમાં તબક્કાવાર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગઇકાલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો.

અમદાવાદમાં કેન્સરગ્રસ્ત તેમજ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ શાખાના સૌજન્યથી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે “બ્લડ ડોનેશન કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજા સહિત સ્થાનિક પોલીસ સ્ટાફના માણસો, શાંતિ સમિતિના સભ્યો તેમજ સ્થાનિક આગેવાનો, સામાજિક સેવકો, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રક્તદાન કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 451 યુનિટ રક્તદાન એકત્રિક થયું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












