પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ અમદાવાદ): કોરાનાને કારણે અમદાવાદમાં પ્રતિવર્ષ નીકળતી રથયાત્રા ગત વર્ષે ભાવીકો વગર જ નીકળી હતી પણ હવે સ્થિતિ નિયંત્રણમાં હોવાને કારણે જુલાઈમાં નીકળનારી રથયાત્રાની તડામાર તૈયારીઓ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. સામાન્ય રીતે પોલીસનો બંદોબસ્ત નિયમ પ્રમાણે ગોઠવી દેવામાં આવે છે, પરંતુ બંદોબસ્તમાં રહેલી પોલીસ ભુગોળ અને પરિસ્થિતિથી વાકેફ હોતી નથી, એટલે જ્યારે અસામાન્ય સંજોગો ઊભા થાય ત્યારે બહારથી આવેલી પોલીસને સ્થાનિક પોલીસની મદદ અને સૂચનાની જરૂર પડે છે. આવી સ્થિતિ નિર્માણ થાય નહીં તે માટે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા શનિવારે એક અલગ પ્રકારની કોમ્બીંગ નાઈટનું આયોજન કર્યુ હતું જેમાં ખુદ કમિશનર સહિત તમામ આઈપીએસ અધિકારીઓ અને ઈન્સપેકટરથી લઈ કોન્સટેબલ સામેલ હતા.
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા યોજવામાં આવેલી નાઈટ દરમિયાન તમામ અધિકારીઓ અને સ્ટાફ જગન્નાથ મંદિર પર એકત્ર થયા હતા. જયાં તમામને પોલીસ કમિશનરે સંબોધિત કરી બંદોબસ્તની જાણકારી આપી હતી.
જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમાર એડીશનલ, પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારી સહિત તમામ ડીસીપી ત્યાર બાદ રથયાત્રાના રૂટ ઉપર ચાલતા નીકળ્યા હતા. જયાં પોલીસ સ્ટેશનની હદ સમાપ્ત થાય અને નવા સ્ટેશનની હદ શરૂ થાય ત્યારે સ્થાનિક ડીસીપી અને ઈન્સપેકટર બંદોબસ્તમાં રહેલા સ્ટાને બ્રીફીંગ આપતા હતા. જેમાં આ વિસ્તારનું મહત્વ આ સ્થળ ભુતકાળમાં થયેલા તોફાન, ભૌગોલીક સ્થિતિની જાણકારી આપવામાં આવતી, જેથી માત્ર એક સ્થળે પોલીસનો ખડકલો કરી દેવાને બદલે બંબદોસ્તની તમામ સ્થિતિથી પોલીસને વાકેફ કરવામાં આવતી હતી.
રસ્તામાં જયાં પણ ટ્રાફિક ડાયવરઝન આપવામાં આવ્યું છે ત્યાં ટ્રાફિક પોલીસ દ્વારા પણ બ્રીફીંગ આપી કઈ રીતે આ રસ્તે નિકળનારને મદદ રૂપ થઈ શકાય તેની જાણકારી આપી હતી, બંદોબસ્તમાં રહેલા અધિકારીઓ અને જવાનોએ માત્ર મુખ્ય રસ્તા ઉપર જવાને બદલે રસ્તાને જોડતી ગલીઓનું પણ નિરીક્ષણ કર્યુ હતું. આ ઉપરાંત ધાબા પોઈન્ટ ઉપર રહેલી પોલીસ કેવી રીતે નિરીક્ષણ કરવુ અને કઈ કઈ બાબતની કાળજી લેવી તેની જાણકારી પણ તેમને આપવામાં આવી હતી, આમ પ્રતિવર્ષ માત્ર ફુટ પેટ્રોલીંગ કરી પોલીસ બંદોબસ્ત પુરો કરતી હતી તેના બદલે રવિવારની સવારના છ વાગ્યા સુધી શહેરના તમામ પોલીસ ઈન્સપેકટરો રસ્તા ઉપર રહ્યા હતા. જુઓ વીડિયો…
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનું આખી રાત રસ્તા ઉપર ફરવાનું કારણ શુ હતું ? જુઓ Video #AhmedabadPolice #PoliceCommissioner pic.twitter.com/4zVUJnuEU6
— Navajivan News (@NavajivanNews) June 5, 2022
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.