Friday, July 3, 2026
HomeGeneralઅમદાવાદ: 1000 રૂપિયા આપ નહિતર ધંધો બંધ કરી દે, લારી ચાલક પાસેથી...

અમદાવાદ: 1000 રૂપિયા આપ નહિતર ધંધો બંધ કરી દે, લારી ચાલક પાસેથી હપ્તા વસૂલી કરી હુમલો કર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં હપ્તાવસૂલીનો કિસ્સો સામે આવ્યો છે. પાલડી વિસ્તારમાં ધંધો કરવા માટે 1000 રૂપિયાની માગણી કરતાં ફરિયાદીએ ન આપતા તેની પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. જો કે આ બનાવના આરોપી સામે અગાઉ આ પ્રકારે લારી ગલ્લા ધારકો પાસેથી હપ્તા વસૂલી અને મારમારીના ગુના દાખલ થયેલા છે.



પ્રાપ્ત માહિતી અનુસાર, પાલડી વિસ્તારમાં ભૂગલેશકુમાર શર્મા ફૂથપથ ઉપર સોડાની દુકાન ચલાવે છે. ગઇકાલે પાલડીમાં જ રહેતા ગૌતમભાઈના છોકરાએ સોડાની દુકાને આવીને કહ્યું હતું કે, જયમીન બાપુ સાથે ફોન પર વાત કરી લો, જેથી ભુગલેશકુમારે ફોન કરતા સામે વાળાએ કહ્યું હતું કે, હું જયમીન બાપુ બોલું છું, અને તારી પાસે આવેલા છોકરાને રૂ. 100 આપી દે, નહીં તો તારો ધંધો બંધ કરાવી દઈશ. જેથી ભૂગલેશકુમાર ગભરાઈ જતાં 100 રૂપિયા આપી દીધા હતા.

તે જ દિવસે રાત્રિના 11 વાગે જયમીન દવે અને જય ઉર્ફે બાટલો પૂજરા સોડસોપ પર આવ્યા હતા. તે દરમિયાન જયમિને કહ્યું કે, 1000 રૂપિયા આપ નહિતર ધંધો બંધ કરી દે. સોડાસોપ ચાલકે પૈસા આપવાની ના પાડતા જય ઉર્ફે બાટલાએ કહ્યું કે પૈસા આપવાની કેમ ના પાડે છે? તું હજી બટલાને ઓળખતો નથી કહીને ઝઘડો કરવા લાગ્યો હતો. તે દરમિયાન જયમીને સોડાશોપમાં રહેલી કાચની બોટલ દુકાન ધારકના માથાના ભાગમાં મારી દીધી હતી. ત્યાર બાદ તેની પાસે રહેલું તિક્ષણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જય ઉર્ફે બટલા પર અગાઉ લારી ગલ્લા ધારકો પાસેથી જબરજસ્તીથી પૈસા કઢાવવા અને મારામારીના અનેક ગુના દાખલ થયેલા છે.

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular