નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: ગુજરાતમાં વાહન ચલાવતા સમયે કે પછી રસ્તા પર પગપાળા ચાલતા સમયે આવર-નવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. જેના કારણે દરરોજ નિર્દોષ લોકોને અકસ્માતમાં જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. વાહન ચાલકોની બેદરકારી અને ગફલતભરી ડ્રાઈવિંગના કારણે લોકોનો ભોગ લેવાતો હોય છે. ત્યારે આવી જ રીતે વધુ એક વાર વાહન ચાલકની બેદરકારીના કારણે અકસ્માતની (Accident) ઘટના સાણંદ (Sanand) ઓવરબ્રિજ પાસેથી સામે આવી છે. બ્રિજ નીચે એક શ્રમિક ઊંઘી રહ્યો હતો, તે દરમિયાન એક કાર ચાલકે પાર્ક કરતી વખતે શ્રમિકને કચડી નાખ્યો હતો. આ મામલે ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રાગી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સાણંદ ઓવર બ્રિજ નીચે આજરોજ સવારના સમયે એક શ્રમિક ઊંઘી રહ્યો હતો, તે દરમિયાન એક કાર ઓવરબ્રિજ નીચે આવી હતી અને રિર્વસ પાર્કિંગ કરી રહી હતી. ત્યારે કારચાલકે બેદરીકારપૂર્વક કાર રિવર્સ લેતા બ્રિજના નીચે સૂઈ રહેલા શ્રમિક પર ચઢી ગઈ હતી. શ્રમિકે બૂમાબૂમ કરતા આસપાસના લોકો પણ મદદે દોડી આવ્યા હતા. લોકો એકત્રિત થઈ જતાં કાર ચાલક કાર લઈ ભાગી ગયો હતો. કમનસીબે શ્રમિકને સારવાર મળે તે પહેલા જ ઘટનાસ્થળે શ્રમિકનું મૃત્યુ થયું હતું.
ઘટનાસ્થળે એકત્રિત થયેલા લોકોએ આ અંગે પોલીસને જાણ કરતાં એસ. જી. હાઈવે-2 ટ્રાફિક પોલીસની ટીમ અકસ્માત સ્થળે દોડી આવી હતી અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદન નોંધ્યા હતા. ત્યારબાદ શ્રમિકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ મામલે ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આસપાસના CCTVના અધારે કાર ચાલકની શોધખોળ હાથધરી છે. જોકે આ શ્રમિક કોણ છે તેનો પરિવાર ક્યાં છે તે વિષયે પણ પોલીસે તપાસ હાથધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








