નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ફિલ્મ પુષ્પામાં જે રીતે રક્તચંદનની દાણ ચોરી કરવામાં આવતી હતી તેના જેમ નુસ્ખા અપનાવીને ગુજરાતના સ્મગલર રક્તચંદનની દાણચોરી કરી પોલીસને ચક્મો આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જો કે DRIની ચાપતી નજરથી ફરી એકવાર ચોરી છૂપીથી લઈ જવાતુ રક્તચંદન ઝડપી પાડવામાં આવ્યું છે.
અમદાવાદમાં સાણંદ વિસ્તારમાંથી DRIએ બે અલગ-અલગ ગોડાઉન પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન DRIએ 4 ટનથી વધુ રક્તચંદન ઝડપી પાડ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજીત 7 કરોડ જેટલી થાય છે. અગાઉના મહિનામાં કચ્છના મુન્દ્રામાં ઝડપાયેલા રક્તચંદનના કારણે DRIની તપાસ અમદાવાદના ગોડાઉન સુધી પહોંચી હતી.
DRIના દરોડા દરમિયાન એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. DRIના અધિકારીના જણાવ્યા અનુસાર, રક્તચંદનની દાણચોરી અંગે શંકા ન થાય તે માટે અલગ-અલગ માધ્યમોથી લાવ્યા હતા અને ત્યાર બાદ કન્ટેનરમાં છુપાવીને રાખવામાં આવ્યું હતું. DRIને શંકા છે કે આ રક્તચંદન દક્ષિણ ભારતમાંથી મગાવવામાં આવ્યું હશે. જો કે આ જથ્થો ક્યાં મોકલવામાં આવવાનો હતો તેના વિશે તપાસ ચાલી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








