Wednesday, April 22, 2026
HomeGujaratયુવતીને બાઇક ઉપર સ્ટંટ કરવા પડ્યા ભારે, અમદાવાદ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ...

યુવતીને બાઇક ઉપર સ્ટંટ કરવા પડ્યા ભારે, અમદાવાદ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં આવેલો સિંધુ ભવન રોડ હાલ યુવનામાં બેસવા માટેનો અને મિત્રો સાથે સમય પસાર કરવા માટે સૌથી લોકપ્રિય જગ્યા છે, સાથે સાથે આ રોડ ઉપર યુવાન બાઈકર્સ દ્વારા સ્ટંટ કરવા અને અને ઓવરસ્પીડિંગના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે અમદાવાદ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં એક યુવતી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ યુવતીનો થોડા મહિના અગાઉ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવતી બાઇક ઉપર સ્ટંટ કરતી જોવા મળી હતી.

આજના સોશિયલ મીડિયાના જમાનમાં યુવાનો લોકપ્રિય થવા માટે અલગ અલગ પ્રકારના વીડિયો બનાવતા હોય છે, જેના કારણે તેમના ફોલોઅર્સમાં તેમની લોકપ્રિયતા વધી શકે. આવા વીડિયો બનાવમાં કેટલીક વાર યુવાનો પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. આમદવાદનો સિંધુ ભવન રોડ સામાન્ય રીતે યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. ત્યારે આ રોડ ઉપર એક યુવતીનો બાઇક ઉપર સ્ટંટ કરતો વીડિયો વાયરલ થતાં તેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

- Advertisement -

થોડા મહિના અગાઉ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં યુવતી બાઇક પર ખુલ્લા હાથે બાઇક ચલાવતી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અમદાવાદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદ પોલીસ દ્વારા બાઈકના નંબરના આધારે કેશવી પાડલિયા નામની યુવતી સામે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular