Friday, September 25, 2026
HomeGujaratAhmedabadજન્મની સાથે જ સ્વાર્થી દુનિયાનો થયો શીશુને અનુભવઃ અમદાવાદમાં બે યુવતીઓ નવજાત...

જન્મની સાથે જ સ્વાર્થી દુનિયાનો થયો શીશુને અનુભવઃ અમદાવાદમાં બે યુવતીઓ નવજાત બાળકને પાણીપુરીની લારી પર તરછોડી ફરાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે એક નવજાત શીશુને પાણીપુરીની લારી પર મૂકીને બે યુવતીઓ પલાયન થઈ ગઈ છે. બાળકે હજુ તો માંડ આ દુનિયામાં શ્વાસ લીધો હતો અને ત્યાં તો તેને આ દુનિયાના લોકો કેટલા સ્વાર્થી છે, આ દુનિયા કેટલી નિર્દયી થઈ શકે છે તે જોઈ લીધું. કોઠારી હોસ્પિટલ નજીક નવજાત બાળકને ત્યજી દેવાના કેસમાં એરપોર્ટ પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસેને સીસીટીવી ફૂટેજમાં બે યુવતીઓ મંગળવારની રાતે 8.43 કલાકે બાળકને લારી પર બિનવારસી મુકીને ચાલતી પકડી હોવાના દ્રશ્યો મળી આવ્યા છે.

કેવી રીતે પોલીસને જાણ થઈ ?

- Advertisement -

ઈન્દીરા બ્રિજ પાસે રહેતા ગિરીશભાઈ સોલંકી મંગળવારે રાતે જમ્યા બાદ ચાલવા નીકળ્યા હતા અને તેમના મિત્રની ઑફિસે બેઠા હતા. દરમિયાનમાં લોકોના ટોળા એકઠાં થતાં તેઓ કોઠારી હૉસ્પિટલ પાસે દોડી ગયા હતા. જ્યાં પાણીપુરીની એક લારી પર નવજાત બાળક બિનવારસી પડ્યું હતું. ગિરીશભાઈએ આ ઘટના અંગે 112 પર કોલ કરી જાણ કરતા બે વાહનો સ્થળ પર આવી પહોંચ્યા હતા. પોલીસ આવે તે પહેલાં કોઠારી હૉસ્પિટલના સ્ટાફને ગિરીશભાઈએ વિનંતી કરતા નવજાતને દવાખાનામાં ખસેડી દેવાયું હતું. આ મામલે એરપૉર્ટ પોલીસ સ્ટેશન (Airport Police Station) માં અજાણ્યા શખસની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગુનો નોંધી બે યુવતીઓની શોધખોળ શરૂ

એરપૉર્ટ પોલીસે બાળક ત્યજી દેનારની શોધ કરવા ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમરાના ફૂટેજ તપાસ્યા હતા. પોલીસને હાથ લાગેલા ફૂટેજમાં બે યુવતીઓ પોણા આઠેક વાગ્યાની આસપાસ નવજાતને પાણીપુરીની લારી પર મુકીને ચાલી જતા જોવા મળે છે. ફૂટેજ જોયા બાદ એરપૉર્ટ પોલીસે યુવતીઓની ભાળ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular