Wednesday, October 7, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં નવરાત્રીને લઈ પોલીસનું જાહેરનામું, આટલું જાણીને જ ગરબા રમવા જજો...

અમદાવાદમાં નવરાત્રીને લઈ પોલીસનું જાહેરનામું, આટલું જાણીને જ ગરબા રમવા જજો…

- Advertisement -

Ahmedabad Navaratri 2026 અમદાવાદમાં નવરાત્રી મહોત્સવને લઈને શહેર પોલીસ કમિશનર કચેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર, 2026 દરમિયાન નવરાત્રીના ગરબા અને દશેરા સંબંધિત કાર્યક્રમો માટે માઈક સિસ્ટમ, સાઉન્ડ સિસ્ટમ અને પબ્લિક એડ્રેસ સિસ્ટમના ઉપયોગ અંગે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

જાહેરનામા મુજબ રાત્રે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી સાઉન્ડ સિસ્ટમ, માઈક સિસ્ટમ અને પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે. રાત્રે 12 વાગ્યા બાદ માઈક સિસ્ટમ, લાઉડસ્પીકર અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ ચલાવી શકાશે નહીં. આ ઉપરાંત નોઈઝ પોલ્યુશન સંબંધિત નિયમોનું પાલન કરવાનું રહેશે. હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્ટની આસપાસના સાયલન્સ ઝોનમાં પણ આવી સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.

- Advertisement -

પોલીસના જાહેરનામામાં ગરબા આયોજકો અને વ્યવસ્થાપકોને સલામતીને લઈને પણ અનેક સૂચનાઓ આપવામાં આવી છે. ગરબાના સ્થળે Entry અને Exit ગેટ અલગ રાખવા, મહિલા અને પુરુષો માટે અલગ પ્રવેશ વ્યવસ્થા રાખવા તથા ઇમરજન્સી ગેટની વ્યવસ્થા કરવા જણાવાયું છે. આયોજન સ્થળે CCTV કેમેરા સહિતની સુરક્ષા વ્યવસ્થા રાખવાની સૂચના પણ આપવામાં આવી છે.

આયોજકોને ગરબાના સ્થળે આવતા લોકોની સુરક્ષા માટે જરૂરી ચેકિંગ અને વ્યવસ્થા રાખવા, શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ અંગે પોલીસને જાણ કરવા તથા કાર્યક્રમ દરમિયાન પોલીસ સાથે સંકલન જાળવવા સૂચના આપવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા માટે પોલીસની SHE Team સાથે સંકલન કરવાની પણ સૂચના છે.

જાહેર કરાયેલી સૂચનાઓમાં ગરબા સ્થળે યોગ્ય પ્રકાશ વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, ટ્રાફિકને અડચણ ન થાય તેની કાળજી, ફાયર સેફ્ટી અને ઇમરજન્સી વ્યવસ્થા સહિતના મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે. દિવ્યાંગો અને જરૂરિયાત ધરાવતા લોકો માટે પ્રવેશ અને પાર્કિંગમાં પ્રાથમિકતા આપવા અંગે પણ સૂચના આપવામાં આવી છે.

- Advertisement -

આ ઉપરાંત આયોજકોને ગરબા સ્થળે ફૂડ સ્ટોલ હોય તો FSSAI લાયસન્સ અથવા રજિસ્ટ્રેશન સહિતના નિયમોનું પાલન કરવા જણાવાયું છે. ખાદ્ય ચીજોના સ્ટોલ માટે સ્વચ્છતા અને સેફ્ટી સંબંધિત નિયમોનું પાલન કરવાની જવાબદારી પણ આયોજકોની રહેશે.

પોલીસ દ્વારા જાહેરનામામાં આયોજકોને કાર્યક્રમ દરમિયાન જાહેર સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. જાહેરનામું અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

આયોજકો અને ખેલૈયાઓએ ધ્યાનમાં રાખવા જેવી ખાસ બાબતો:

- Advertisement -
  • 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી નિયમો લાગુ
  • રાત્રે 10થી 12 વાગ્યા સુધી જ માઈક વગાડી શકાશે
  • રાત્રે 12 વાગ્યા બાદ માઈક-લાઉડસ્પીકર પર પ્રતિબંધ
  • Noise Pollutionના નિયમોનું પાલન ફરજિયાત
  • હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા અને કોર્ટ આસપાસના Silence Zoneમાં સાઉન્ડ સિસ્ટમ પર પ્રતિબંધ
  • ગરબા સ્થળે અલગ Entry-Exit ગેટ રાખવાની સૂચના
  • CCTV અને સુરક્ષા વ્યવસ્થા રાખવા આદેશ
  • મહિલા સુરક્ષા માટે SHE Team સાથે સંકલનની સૂચના
  • પાર્કિંગ, ટ્રાફિક, ફાયર સેફ્ટી અને ઇમરજન્સી વ્યવસ્થાને લઈને પણ સૂચનાઓ

નિયમોનું પાલન ના કર્યું તો?

જો આ નિયમોનું પાલન થતું નથી તો… આ મામલામાં પોલીસ દ્વારા કાયદાકીય પગલા લેવામાં આવી શકે છે. BNS 223, ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131, 134, 135 અને 136 મુજબ પોલીસ પગલા લઈ શકે છે. અને તેમાં કેવી સજા અને કેવા દંડની જોગવાઈઓ છે ચાલો એ પણ જાણી લો…

કલમ————————–>મહત્તમ સજા / દંડ
BNS 223(a)————————–>6 મહિના સુધીની સાદી કેદ અથવા ₹2,500 સુધીનો દંડ અથવા બંને
BNS 223(b)————————–>1 વર્ષ સુધીની કેદ અથવા ₹5,000 સુધીનો દંડ અથવા બંને
Gujarat Police Act 134————————–>₹200 સુધીનો દંડ
Gujarat Police Act 135(i)————————–>1 વર્ષ સુધીની કેદ, અને સામાન્ય રીતે ઓછામાં ઓછા 4 મહિના, સિવાય કે કોર્ટ લેખિત કારણ નોંધે; દંડ પણ લાગુ પડે
Gujarat Police Act 135(ii)————————–>1 મહિના સુધીની કેદ અથવા ₹100 સુધીનો દંડ અથવા બંને
Gujarat Police Act 135(iii)————————–>₹100 સુધીનો દંડ
Gujarat Police Act 136————————–>3 મહિના સુધીની કેદ અથવા ₹500 સુધીનો દંડ અથવા બંને
Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular