Tuesday, October 6, 2026
HomeGujaratહંમેશા તહેવારો પહેલા જાગી જાય એવો સુરત કોર્પોરેશનનો આ વિભાગઃ સતત પાંચમા...

હંમેશા તહેવારો પહેલા જાગી જાય એવો સુરત કોર્પોરેશનનો આ વિભાગઃ સતત પાંચમા દિવસે 32 હોટલ-રેસ્ટોરન્ટને નોટિસ, 44.5 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

- Advertisement -

Surat festival food department action: તહેવારોની સીઝન શરૂ થવા પહેલાં સુરત ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટમાં સતત પાંચમા દિવસે તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેરની કુલ 80 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 44.5 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન 32 હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે 25 હોટલ અને રેસ્ટોરન્ટમાંથી ખાદ્યચીજોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્થળ પર જ કુલ રૂ. 1,09,700નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી વિભાગની નોટિસમાં રેસ્ટોરન્ટની સ્વચ્છતા, કિચનની સ્વચ્છતા તેમજ ફૂડ બનાવવામાં ઉપયોગમાં લેવાતા પાણી અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફૂડ માટે યોગ્ય પાણીનો ઉપયોગ ન થતો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કર્મચારીઓના ફિટનેસ સર્ટિફિકેટ સહિતના મુદ્દાઓનો પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ કાર્યવાહી અગાઉ સતત ચોથા દિવસે પણ હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી. તે દિવસે 78 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન 69 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો અને 39 હોટલ-રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવી હતી. ચોથા દિવસે 32 હોટલ અને રેસ્ટોરન્ટમાંથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સ્થળ પર જ રૂ. 1,34,900નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તહેવારોની સીઝન પહેલાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સતત તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular