નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ દાણચોરી માટેને હબ બની રહ્યું હોય તે પ્રકારે દાણચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરી એકવાર એરપોર્ટ પરથી સોનાની દાણચોરી (Gold smuggling) પકડી પાડવામાં આવી છે. કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટે ચેકિંગ દરમિયાન ત્રણ મુસાફરો પાસેથી મોટી માત્રામાં સોનાનો જથ્થો પકડી પાડ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર અગાઉ પણ સોનાની દાણચોરીની ઘટનાઓ સામે આવી છે. કેટલી ઘટનાઓમાં તો એરપોર્ટના કર્મચારીઓની મીલીભગત હોવાનું પણ ખુલ્યું હતું.
અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) સોનાની દાણચોરી માટે પ્રખ્યાત બની રહ્યું હોય તે પ્રકારે વિદેશથી હવાઈ માર્ગે શહેરમાં સોનુ લાવવાના અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે આવા મુસાફરો સામે કસ્ટમના ઓફિસરો બાજ નરજ રાખતા હોવાથી અનેક વાર તેમની ઝડપીને કાર્યવાહી કરવામં આવતી હોય છે. ત્યારે ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી કોરોડો સોનુ કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટે ઝડપી પાડ્યું છે. શારજાહ (Sharjah)થી અમદાવાદ આવેલા ત્રણ મુસાફરો પાસેથી કુલ 23 કિલો સાનુ મળી આવ્યું છે, જેની બજાર કિંમત 13 કરોડ જેટલી થાય છે.
અમદાવાદ એરપોર્ટ પર શારજહાથી વહેલી સવારે 4 વાગ્યે આવેલી ફ્લાઈટના ત્રણ મુસાફરોની શંકાસ્પદ હિલચાલ કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટેને જણાઈ હતી. આ મુસાફરો ઈમિગ્રેશન કરાવીને કન્વેયર બેલ્ટ પરથી લગેજ લઇને કસ્ટમ્સ તરફ ગયા હતા આ દરમિયાન મેટલ ડિટેક્ટરમાંથી બહાર નીકળતી વખતે બીપનો અવાજ આવ્યો હતો. અધિકારીઓને તેમની પર શંકા જતાં તેમની પુછપરછ કરતા યોગ્ય જવાબ ન આપી શકતા મુસાફરોના બેગની તલાસી લીધી હતી. પરંતુ બેગમાંથી કઈ મળી આવ્યું ન હતું, ત્યારબાદ મુસાફરોની તલાસી લેતા બે મુસાફરોએ કમરમાં પહેરેલા બેલ્ટમાંથી સોનાની 23 કિલોની પેસ્ટ મળી આવી હતી. મુસાફરોનો દાણચોરીનો આ કીમિયો જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. આ સોનુ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાનું હતું તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








