નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) શરૂ થવાને હવે એક જ દિવસની વાર છે. પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર-પ્રસાર હવે થંભી ગયા છે. આજે કતલની રાતે જીત પાકી કરવા છેલ્લી ઘડીએ રાજકીય દાવપેચ જામવાની શકયતા છે. ભાવનગર જિલ્લામાં કારડિયા રાજપૂત સમાજનું પ્રભુત્વ છે, ત્યારે ભાવનગરમાં ક્ષત્રિય મતદારને રિઝવવા કરણીસેના અધ્યક્ષ રાજ શેખાવત મેદાનમાં આવ્યા છે.
ગુજરાતમાં આવતીકાલે 89 બેઠકો પર મતદાન થવા જઈ રહ્યુ છે. તેવામાં આજે છેલ્લી ઘડીએ ઉમેદવાર એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, સાથે જ પક્ષના અન્ય નેતાઓ પણ ઉમેદવારોના જીતાડવા માટે લોકસંપર્ક કરી રહ્યા છે. તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા કરણીસેનાના રાજશેખાવત ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે પ્રચાર કરી રહ્યા છે. રાજશેખાવતે ગઈકાલે ભાવનગર વિસ્તારોમાં ક્ષત્રિય મતદારોને આકર્ષવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. તેમણે લોકોને અપિલ કરતા જણાવ્યું હતું કે, કરણીસેનાના પદાધિકારીઓ અને કરણીસૈનિકો ભાજપની સદસ્યતા અગાઉ ગ્રહણ કરી ચૂક્યા છે, ભાજપના 182 ઉમેદવારો છે તેમને વિજય બનાવવા અમારી જવાબદારી બને છે. સાથે જ ક્ષત્રિય સમાજને ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે અપીલ કરવામાં આવી હતી.
ભાવનગરમાં જ્ઞાતિવાદ સમીકરણ પર નજર કરીઈ તો અહીંયા કુલ 2,91,663 મતદાર છે, જેમાં કોળી સમાજના 80500, ક્ષત્રિય સમાજના 29000, પાટીદાર સમાજના 19000 છે. જો કોઈ ઉમેદવાર ત્રણ સમાજને આકર્ષવવામાં સફળ થાય છે તો તેમન જીત નિશ્વિત માનવામાં આવે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








