Thursday, April 23, 2026
HomeGeneralઅમદાવાદઃ TRB જવાન જ યુવતીને કરતો હતો હેરાન, કહેતો- પોલીસ મારું કાંઈ...

અમદાવાદઃ TRB જવાન જ યુવતીને કરતો હતો હેરાન, કહેતો- પોલીસ મારું કાંઈ નહીં બગાડી લે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એક તરફી પ્રેમીઓ દ્વારા યુવતીઓને હેરાન પરેશાન કરવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, બે કિસ્સામાં એક તરફી પ્રેમીઓએ યુવતીઓની હત્યા કરી હોવાની ઘટના પણ સામે આવી હતી. ત્યારે અમદાવાદમા એક ઘટના સામે આવી છે જેમાં એક પરણિત મહિલાને એક ટીઆરબી જવાન હેરાન કરીને ધમકી આપતો હતો. આ અંગે મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આ મહિલા કૃષ્ણનગર વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહે છે, આની પહેલા તે સૈજપુર ટાવર પાસે રહેતા હતા. સૈજપુર ટાવર પાસે જ એક વ્યક્તિ રહેતો હતો જે મહિલાને એક તરફી પ્રેમ કરતો હતો. આ વ્યક્તિ અમદાવાદમા જ પોલીસને મદદ કરતાં TRB જવાન તરીકે ફરજ બજાવે છે. તે મહિલાને પોતાની સાથે વાત કરવા માટે દબાણ કરતો હતો અને જો મહિલા વાત નહીં કરે તો તે મહિલાના બાળકોને મારી નાખશે તેવી ધમકી આપતો હતો.

મહિલા જ્યારે પોતાના ઘરે એકલી હતી તે સમયે આ વ્યક્તિ એક કાગળની ચિઠ્ઠીમાં પોતાનો મોબાઈલ નંબર લખીને આપી ગયો હતો અને વાત કરવા દબાણ કર્યું હતું. મહિલાએ જ્યારે વાત કરવાની ના પડી તો તેણે મહિલાના બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી, જેના કારણે મહિલાએ તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ થોડા સમયમાં મહિલા પોતા પરિવાર સાથે ઘર બદલીને કૃષ્ણનગર વિસ્તારમાં વિસ્તારમાં રહેવા જતી રહી હતી અને આ વ્યક્તિ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું, પરંતુ થોડા દિવસ અગાઉ મહિલાને કોઈ કામથી સૈજપુર ટાવર જવાનું થયું ત્યારે આ વ્યક્તિ મહિલાને મળ્યો હતો અને મહિલાને વાત કેમ નથી કરતી તેમ કહીને બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ જ્યારે વાત કરવાની ના પડી તો અગાઉ વાત કરેલી વોટ્સએપ ચેટના સ્ક્રિનશોટ વાયરલ કરીને મહિલાને બદનામ કરવાની ધમકી આપી હતી.



જ્યારે મહિલાએ પોલીસને બોલાવવાની ધમકી આપી તો તે વ્યક્તિએ કહ્યું કે હું TRB જવાન છું, મને પોલીસ ઓળખે છે. પોલીસ મારૂ કઈ બગડી નહીં શકે. ત્યાર બાદ ત્યાંથી નીકળી ગયો હતો. આ ઘટના બાદ મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ થયા બાદ પોલીસ દ્વારા આરોપીને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular