Friday, March 29, 2024
HomeEducation Newsવિદ્યાર્થીઓની ગીફ્ટઃ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ હવે વિનામુલ્યે ઈ-રિક્ષાનો ઉપયોગ...

વિદ્યાર્થીઓની ગીફ્ટઃ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ હવે વિનામુલ્યે ઈ-રિક્ષાનો ઉપયોગ કરી શકશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી કેમ્પસને આગામી સમયમાં ગ્રીન કેમ્પસ બાનવવાની યુનિવર્સિટીના સત્તાધીશોની ઈચ્છા તરફ એક પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીએ યુનિવર્સિટીને બે ઈ-રિક્ષા ભેટ આપી છે. આ ઈ-રિક્ષાનો લાભ કેમ્પસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અન્ય વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીસ વિનામુલ્યે ઉપયોગ કરી શકશે. યુનિવર્સિટીમાં અલગ અલગ અભ્યાસક્રમમા અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવે છે જેમને પાર્કિંગથી કોલેજ સુધી પહોંચવા માટે ચાલતા જવું પડે છે, જે વિદ્યાર્થીઓ હવે ઈ-રિક્ષાનો ઉપયોગ કરી શકશે.



યુનિવર્સિટીનું કેમ્પસ ઘણું મોટું છે. વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી સ્ટાફને એક બ્રાંચથી બીજી બ્રાન્ચ જવા માટે ચાલતા જવું પડે છે, પરંતુ હવે તેમના માટે આ ઈ-રિક્ષાને વિનામુલ્યે ઉપયોગમાં લઈ શકશે. આ પ્રોજેકટ અત્યારે ટ્રાયલ બેઝ ઉપર માત્ર કેમ્પસમાં શરૂ કરવામાં આવ્યો છે પણ આગામી સમયમાં આ ઈ-રિક્ષા હોસ્ટેલ સુધી લઈ જવામાં આવશે અને વિદ્યાર્થીઓએ તેનો કોઈ ચાર્જ ચૂકવવાનો થશે નહીં. અત્યારે યુનિવર્સિટી પાસે બે ઈ-રિક્ષા છે જેની સંખ્યામાં પણ ભવિષ્યમાં વધારો કરવામાં આવશે.

અત્યારે યુનિવર્સિટી કેમ્પસમાં કચરો એકત્રિત કરવા માટે ડીઝલ વાહનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઈંધણના ભાવમાં થઈ રહેલો વધારો અને ઈંધણની અછત તેમજ ડીઝલ વાહનના કારણે થતાં પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં કેમ્પસમાં કચરો એકત્રિત કરવા માટે પણ ઈ-વાહનનો ઉપયોગ કરવામાં આવશે જેના કારણે કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવી શકાય. યુનિવર્સિટી કેમ્પસ હાઈએસ્ટ ગ્રીનકવર ભાગ છે, કેમ્પસ પ્રદૂષણ મુક્ત બને અને ઘોંઘાટ મુક્ત બને તેવા ઉદેશ્ય સાથે આ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular