પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ત્યારે મારી ઉંમર 7 વર્ષની હતી તે વાતની શરૂઆત કરતાં મોહોસીન મનસુરી કહે છે કે, દિલ્લી ચકલા ત્રણ રસ્તા પાસે આવેલા સતીધમ સેવા સમિતિના મંદિરની બાજુમાં આવેલી એક સાઈકલની દુકાનમા મારા પિતા બાબુભાઇ મનસુરી નોકરી કરતાં હતા, અમારી શ્રદ્ધા ઇસ્લામમાં છે પણ ખબર નહીં કેમ મારા પિતા બાબુભાઇ મનસુરીને આ મંદિર સાથે લગાવ થઈ ગયો. મંદિરના નાના-મોટા તમામ કામની જવાબદારી તેમણે ઉપાડી લીધી. હું મારા અબ્બા સાથે આ મંદિરમાં આવતો હતો.
કાળક્રમે મને પણ મંદિરના કામમાં રસ પાડવા લાગ્યો, આમ તો હું મારા પરિવારનું ગુજરાન ઓટો રિક્ષા ચલાવીને કરું છું, પણ સવાર પડે મારી ઓટો રિક્ષા મંદિર તરફ વળી જાય છે. મંદિરના નાના-મોટા તમામ કામો, ખરીદી મારા શિરે છે. મંદિરના ટ્રસ્ટી રામઅવતાર બજાજ કહે છે કે, “મહોસીન અમારાથી અલગ નથી, માત્ર તેનું નામ જ અલગ પડે છે. મંદિરનુ ટ્રસ્ટ તેને કોઈ પૈસા ચૂકવતું નથી. પણ મહોસીન મંદિરની તમામ નાનાથી લઈને મોટી જવાબદારી ઉપડે છે.”
મહોસીન મનસુરી કહે છે, “2002નું કોમી તોફાન હોય કે હમણાં જ પસાર થયેલી મહામારી હોય અમે મંદિરમાં જ રહેતા હતા.” જ્યારે તેને પુછવામાં આવ્યું કે નુપુર શર્મા અને કાશીના પ્રશ્ને જે હંગામો થયો તે મુદ્દે શું માનવું છે? ત્યારે મહોસીન કહે છે, “આવા પ્રશ્નો મારી જિંદગ્ને જોઈ અસર કરતાં નથી.” રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સાથે હિન્દુ-મુસ્લિમ સંબંધો પણ અકબંધ રહે તે માટે સતત પ્રયત્નશીલ જોઇન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમાર આ મંદિરની મુલાકાતે આવ્યા, ત્યારે તેમને એક હિન્દુ મંદિરનો વહીવટ મહોસીન કરે છે તે જાણી ખૂબ આશ્ચર્ય થયું. ગૌતમ પરમાર કહે છે, “આપણને આજના સમયમાં હિન્દુ મંદિરના ટ્રસ્ટી રામઅવતાર સહિત સંતોષ છાસરિયા, સજ્જન ચૌધરી અને મહોસીન મનસુરી જેવા માણસોની ખૂબ જ જરૂર છે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ- Advertisement -
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











