Friday, April 17, 2026
HomeGujaratઅમદાવાદના બાકરોલમાં અગરબત્તી બનાવતી ફેક્ટરીમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં

અમદાવાદના બાકરોલમાં અગરબત્તી બનાવતી ફેક્ટરીમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં

- Advertisement -

નવજીવન. અમદાવાદ: અમદાવાદમા અવાર નવાર આગ લાગવાના બનાવ સામે આવે છે. જેમાં મોટા ભાગે ફેક્ટરીઓમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે. આજે અમદાવાદનાં બાકરોલ વિસ્તારમાં પણ આવી જ એક અગરબત્તી બનાવટી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. આગના કારણે ફેક્ટરીમાં ઘણું નુકસાન થયું હતું પરંતુ કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.

બાકરોલ ધામતપર રોડ પર આવેલા સ્વર્ણિમ એસ્ટેટમાં અગરબત્તી બનાવટી એક ફેક્ટરીમાં આજે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ દ્વારા તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા આગ પીઆર કાબૂ કરવા માટે 2 ટેન્કર, 3 ગજરાજ વોટર બાઉઝર, 1 સબ ઓફિસર અને 12 ફાયરબ્રિગેડના કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા.

- Advertisement -



ફેક્ટરીમાં અગરબત્તી બનાવવા માટે રો મટેરિઅલ, લાકડાની પાટીઓ, ફ્રેગરન્સ મટેરિઅલ તેમજ પ્લાસ્ટિક અને કાગળના પેકેજિંગ મટેરિઅલ હોવાને કારણે આગ વધુ ફેલાઈ હતી. પરંતુ ફાયરબ્રિગેડ દ્વારા અત્યારે આગ ઉપર કાબૂ કરી લેવામાં આવ્યો છે, મળતી માહિતી મુજબ અત્યારે આગને કાબુમાં કરી લેવામાં આવી છે અને સ્મોક વેન્ટીલેશન માટેની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular