Friday, July 3, 2026
HomeGeneralઅમદાવાદમાં આવેલું ગુજરાત નશાબંધી મંડળ કેવું છે, ત્યાં શું કરવામાં આવે છે,...

અમદાવાદમાં આવેલું ગુજરાત નશાબંધી મંડળ કેવું છે, ત્યાં શું કરવામાં આવે છે, જાણો નવજીવન ન્યૂઝની ટીમની મુલાકાતમાં શું જાણવા મળ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં ગુજરાતની કોઈ એવી જગ્યા નથી જ્યાં દારૂ ન મળતું હોય. તેવી જ રીતે અલગ અલગ પ્રકારના નાશના રવાડે લોકો ચઢે છે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનું ચલણ પણ વધ્યું છે. ગુજરાતનાં જે લોકો આવા નાશના રવાડે ચઢી ગયા છે નાશાથી મુક્ત બનીને એક સરળ અને સારું જીવન જીવવા માટે એક સંસ્થા કામ કરે છે જેનું નામ છે ગુજરાત નશાબાંધી મંડળ. નવજીવન ન્યૂઝની ટીમ દ્વારા ગઈકાલે અમદાવાદનાં લાલદરવાજા વિસ્તારમાં આવેલા ગુજરાત નશાબાંધી મંડળના એક કેન્દ્રની મુલાકાત કરી હતી, જ્યાનાં સ્ટાફ તેમજ દર્દીઓ સાથે પણ અમારી ટીમે વાતચીત કરી હતી.



અમદાવાદમા આવેલા નશાબંધી મંડળના કેરટેકર પ્રફુલભાઇ સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, “ગુજરાતમાં ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી જ દારૂબંધીનો કાયદો અમલમાં છે, તેમ છતાં ઘણા લોકો નાશાના બંધની થઈ જતાં હોય છે, જેના કારણે તેમના પરિવારને અસર થતી હોય છે. આમ અમે 1960થી જ વ્યસન મુક્તિ અને નશાબાંધી માટે કામ કરી રહ્યા છે. 1960માં મોરારજી દેસાઇ દ્વારા ગુજરાત નશાબાંધી મંડળની સ્થાપના કરવામાં આવી હતી, તે સમયે અમે માત્ર નશાબંધી માટે પ્રચાર કરવાનું કામ કરતાં હતા. ત્યાર બાદ ધીમે ધીમે જેમ સરકારની ગાઈડલાઇન આવતી ગઈ તેમ તેમ અમે અહિયાં ટ્રીટમેન્ટ સેંટરની પણ શરૂઆત કરી હતી.”

WHO, AIMS અને અન્ય કેટલીક સંથાઓના રિસર્ચ બાદ આ પ્રકારના ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં દર્દીઓ માટે 21 દિવસનો એક પ્રોગ્રામ નક્કી કરવામાં આવ્યો છે. દર્દીઓએ ટ્રીટમેન્ટ સેન્ટરમાં આવતા દર્દીઓને ડોક્ટર્સની સલાહ મુજબ દવાઓ આપણ આપવામાં આવે છે. જ્યારે કોઈ દર્દી વ્યસન છોડવાનો પ્રયત્ન કરતાં હોય છે ત્યારે તેમનો સ્વભાવ થોડો ઉગ્ર થઈ જતો હોય છે જેના કારણે દર્દીઓનું કાઉન્સીલીંગ કરવા માટે સાયકટ્રિસ્ટ પણ દર અઠવાડિયે એક વિઝિટ કરતાં હોય છે. દર્દીઓને રોજ સવારે યોગા કરાવવામાં આવે છે, તેમજ તેમણે બંને સમય જમવાનું પણ સેન્ટર દ્વારા આપવામાં આવે છે. ટ્રીટમેન્ટ સેંટરમાં ટ્રીટમેન્ટ લીધા બાદ જે દર્દીઓ પાછા ઘરે જાય છે તેમણે 1 વર્ષ સુધી સેન્ટરમાં બોલાવીને તેમનું ફોલોઅપ લેવામાં આવે છે.



નવજીવન ન્યૂઝની ટીમ દ્વારા અહિયાં ટ્રીટમેન્ટ લઈ રહેલા દર્દીઓ સાથે આપણ વાત કરવામાં આવી હતી, દર્દીઓએ જણાવ્યુ હતું કે, “અહિયાં અમને રહેવામાં કોઈ તકલીફ પડતી નથી. શરૂઆતમાં જ્યારે અમે અહિયાં આવ્યા ત્યારે અહિયાં રોકવાની ઈચ્છા ન હતી તેમ છતાં અહિયાં રોકાયા પછી અમને અહિયાં સારું લાગે છે. અહિયાના સ્ટાફનો સ્વભાવ પણ સારો છે અને અમને દવાઓ અને જમવાનું પણ સમયસર મળી જાય છે. અહિયાં આવ્યા પછી હવે ફરી વ્યસન કરવાની ઈચ્છા અમને થતી નથી.”

આ સમગ્ર મુલાકાત દરમિયાન બે દર્દીઓ તેવા હતા જેમણે અમારું ખાસ ધ્યાન ખેચ્યું, એક દર્દી એક વાર ટ્રીટમેન્ટ લઈને ગયા પછી ફરી વ્યસનના બંધની બની ગયા હતા અને બીજું એક દર્દી કે જેની ઉંમર 18 વર્ષ પણ પૂરી ન હતી તેમ છતાં તેને હિમ્મતપૂર્વક નશાબંધી કેન્દ્રમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. બીજી વાર ટ્રીટમેન્ટ કરાવવા આવેલા દર્દીએ જણાવ્યુ હતું કે મારા પિતાનું મૃત્યુ થઈ ગયું હતું જેના કારણે હું થોડો ડગમગી ગયો હતો અને ફરી વ્યસનના રવાડે ચઢી ગયો હતો, પણ મને લાગ્યું ક્જે આ વ્યસનથી મારે મુક્ત બનવું છે એટલે જ હું અહિયાં ફરીથી આવ્યો છું.



પ્રફુલભાઇ જણાવે છે કે, “છેલ્લા કેટલાક સમયથી તેમના કેન્દ્રમાં ડ્રગ્સ એડિક્ટ હોય તેવા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, સામાન્ય રીતે દારૂનું સેવન કરતાં દર્દીઓને ટ્રીટમેન્ટ આપવી સરળ છે પણ જે લોકો ડ્રગ્સના બંધની છે તેમની ટ્રીટમેન્ટ પ્રમાણમા એટલી સરળ નથી. ડ્રગ્સ એડિક્ટ લોકોમાં વધારે ગુસ્સો હોય છે અને જ્યારે તેમનો ડ્રગ્સ લેવાનો સમય થાય ત્યારે તેમણે ઉગ્ર બની જતાં હોય છે. તેમ છતાં અહિયાથી ઘરે ગયા પછી તેમણે ડ્રગ્સથી દૂર રહે છે. અહિયાના દર્દીઓ માટે એક મેડિકલ ઓફિસર અંકુર દવે અને સાયકટ્રિસ્ટ હિમાંશુ દેસાઇ રેગ્યુલર વિઝિટ કરે છે. તેમની સલાહથી જ અહિયાના દર્દીઓને દવાઓ આપવામાં આવે છે.”

- Advertisement -

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “અહિયાથી બહાર જઈને સરળ જીવન જીવતા લોકોએ એક ગ્રૂપ બનાવ્યું છે. જે લોકો અઠવાડિયામાં બે વાર મિટિંગ કરે છે અને જ્યારે પણ તેમના ગ્રૂપના કોઈ વ્યક્તિનો બર્થડે હોય ત્યારે બધા એક સારું અને ઉન્નત જીવન જીવવા માટેનું એક સેલિબ્રેશન કરે છે. જ્યારે પણ કોઈ નવું દર્દી કેન્દ્ર માંથી ટ્રીટમેન્ટ લઈને બહાર જાય ત્યારે અમે તેમણે આ લોકોનો કોન્ટેક્ટ નંબર આપીએ છે અને તેમણે પણ આમાં જોડાય છે.”





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular