Saturday, June 3, 2023
HomeGeneralઅમદાવાદનાં જુગારીઓ જુગાર રમવા પ્રાંતિજ ગયા, પોલીસને બાતમી મળતા તમામની અટકાયત

અમદાવાદનાં જુગારીઓ જુગાર રમવા પ્રાંતિજ ગયા, પોલીસને બાતમી મળતા તમામની અટકાયત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સાબરકાંઠા: ગુજરાતમાં દારૂ અને જુગારને કાયદાકીય અપરાધની સાથે જ સામાજિક અપરાધ પણ માનવમાં આવે છે, તેમ છતાં ગુજરાતમાં અવાર નવાર અનેક લોકો દારૂ ને જુગાર માટે પોલીસના હાથે ઝડપાતા હોય છે, તેમ ચા જુગાર રમતા જુગારીઓ રમવાનો એક પણ મોકો છોડતા નથી. તેવી જ રીતે અમદાવાદનાં કેટલાક વ્યક્તિઓ પોતાની જુગાર રમવાની ઈચ્છા પૂરી કરવા માટે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાનાં ઓરણ ગામમાં પહોંચ્યા હતા, પરંતુ તેમની જુગારની રમત પૂરી થાય તે પહેલા જ સાબરકાંઠા LCB દ્વારા રેડ કરીને તેમની અટકાયત કરી લેવામાં આવી છે.





સાબરકાંઠાના SP નીરજ બડગુજરના માર્ગદર્શન નીચે જિલ્લા LCBમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેકટર ચંપાવત અને તેમની ટિમ દ્વારા સાબરકાંઠામાં જુગારની બાઈને નાબૂદ કરવા માટે સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે તેમણે બાતમી મળી હતી કે ઓરણ ગામમાં રહેતા ખુરશીદ અહેમદ ઉર્ફે બાપુ નરુલ્લા તીરમજી નામનો વ્યક્તિ તેના ઘર અને ફાર્મ હાઉસમાં રાત્રિના સમયે બહારથી લોકોને બોલાવીને જુગાર રામદે છે. બાતમીના આધારે સાબરકાંઠા LCB પોલીસ દ્વારા ખુરશીદ અહેમદ ઉર્ફે બાપુ નરુલ્લા તીરમજીના ઘરે રેડ કરીને અમદાવાદનાં 12 વ્યક્તિઓ સહિત 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આ વ્યક્તિઓ પાસેથી કુલ 6.96 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

- Advertisement -



અમદાવાદના ૧૨ જુગારીઓ સહીત જુગારધામ ચલાવતા આરોપીઓના નામ

૧)વસીમહુસેન કાદરહુસેન સૈયદ (રહે,નાના પહાડીયા,ઓરણ-પ્રાંતિજ)

૨)સલીમખાન અબ્દુલખાન પઠાણ (રહે,મોટા પહાડીયા,ઓરણ-પ્રાંતિજ)

૩) ખુરશીદ અહેમદ ઉર્ફે બાપુ નરૂલ્લા તીરમજી (સૈયદ)

૪)ફઈમ જલાલુદ્દીન મીર ( જુહાપુરા -અમદાવાદ)

૫)મોહમ્મદ સાજીદ ગુલામજાફર શેખ (જમાલપુર રાયખડ)

૬)યાસીન મોહમ્મદ શેખ (જમાલપુર રાયખડ)

૭)ઈરફાન હકીમુદ્દીન સૈયદ (રાયખડ)

૮)સહેજાદ કુતુબ તીરમજી (જમાલપુર રાયખડ)

૯) મોઇન નિજામ સૈયદ (જુહાપુરા)

૧૦)મુર્તુજા ગુલામમોહમ્મદ શેખ (જમાલપુર)

૧૧) મહેન્દ્ર શેષમલજી પંચાલ (મેઘાણીનગર)

૧૨)મોં.યુનુસ મોં.યુસુફ શેખ (રાયખડ)

૧૩)રિયાજમીયા ફૈયાઝમીયા સૈયદ (રાયખડ)

૧૪)સઈદ અહેમદ ઇબ્રાહિમ પટેલ (મોમીનવાડ,ગાયકવાડ હવેલી)

૧૫)ગુલામ રસુલ અબ્દુલ કરીમ શેખ (દરિયાપુર)






Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular