નવજીવન. અમદાવાદઃ ગુજરાતમાં કોરોના રોકેટ ગતિની જેમ આગળ વધી રહ્યો છે. જો કે આ દરમિયાન આગામી સમયમાં મોટા સરકારી કાર્યક્રમ યોજવાના હતા. આ કાર્યક્રમોને કોરોનાને ધ્યાનમાં રાખીને ન થવા માટે વિપક્ષો અને આમ જનતા માંગણીઓ કરી રહ્યા હતા. જો કે આજે સરકાર એક્શન મોડમાં આવી છે. વાઈબ્રન્ટ સમીટ મોકૂફ રાખ્યા બાદ હવે અમદાવાદમાં યોજાનારા ફ્લાવર શો અને પતંગોત્સવ સહીતના કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યા છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાનારો ફલાવર શો અને પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યા છે. ગત વર્ષે પણ વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવી હતી. જે બાદ આ વર્ષે પણ કોરોનાને કારણે વાઇબ્રન્ટ સમિટ મોકુફ રહી છે. રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોની તડામાર તૈયારી કરવામાં આવી રહી હતી. જો કે આ કાર્યક્રમ મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થાય અને કોરોના બેકાબુ બને તે પહેલા ફ્લાવર શો રદ્દ કરવામાં આવ્યો છે.
તાજેતરમાં ઓફલાઈન શિક્ષણ ચાલતું હોવાથી અનેક જિલ્લાઓમાં વિધાર્થીઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. જો કે ત્રીજી લહેરમાં બાળકો પર ખતરો હોવાની નિષ્ણાંતો દ્વારા ચેતવણી આપવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે તે જોતા આગામી સમયમાં ઓફલાઈન શિક્ષણ બંધ થવાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












