Sunday, June 21, 2026
HomeGeneralઅમદાવાદઃ ઈન્સ્યોરન્સ કંપની સાથે તમારે વાંધો છે? અમે સોલ્વ કરીશું. તેવું કહી...

અમદાવાદઃ ઈન્સ્યોરન્સ કંપની સાથે તમારે વાંધો છે? અમે સોલ્વ કરીશું. તેવું કહી મહિલાના 91 લાખ પડાવ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક આરોપીની આજે ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી છેલ્લા કેટલાક સમયથી ઈન્સ્યોરન્સ કંપનીના નામે લોકો પાસેથી અઢળક રૂપિયા પડાવીને ઓનલાઈન છેતરપિંડી કરતો હતો. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચમાં નેન્સી કાપડિયા નામની મહિલાએ ફરિયાદ નોંધાવી હતી જેની તપાસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ આરોપીની દિલ્હીથી ધરપકડ કરી હતી.



અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદીએ OXXY health નામની કંપની માંથી ઈન્સ્યોરન્સ લીધો હતો જેના અનુસંધાનમાં આરોપીએ તેમને અલગ અલગ મોબાઈલ નંબર પરથી વાત કરીને જુદી જુદી પ્રોસીઝર ફી ભરવાના નામે 45 જેટલા બેન્ક એકાઉન્ટમાં 91,76,296 રૂપિયા ભરાવડાવ્યા હતા. આમ ફરિયાદીને શંકા જતાં તેમણે આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધવી હતી.

ફરિયાદની તપાસ માટે પોલીસ દ્વારા અલગ અલગ ટિમ બનાવીને ટેકનિકલ એનાલિસીસ કરીને અલગ અલગ બેન્ક એકાઉન્ટ અને મોબાઈલ નંબરની તપાસ કરતાં દિલ્હી, ગાજિયાબાદ, ઉત્તરપ્રદેશ જેવી જગ્યાઓથી આ પ્રવૃત્તિ થઈ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું, આ સ્થળોએ તપાસ કરતાં આરોપી આલોક ગોયલ આ કેસમાં મુખ્ય આરોપી છે તેવું જાણવા મળ્યું હતું, ત્યાર બાદ પોલીસે દિલ્હીથી આ આરોપીની ધરપકડ કરી હતી.



આરોપીની ધરપકડ બાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ આરોપી આવી રીતે અલગ અલગ છોકરા છોકરીઓની ટિમ બનાવીને કોઈ પણ નંબર ઉપર સંપર્ક કરીને જે લોકોને ઈન્સ્યોરન્સ કંપની સાથે કોઈ પ્રોબ્લેમ હોય તેમની સાથે પ્રોબ્લેમનું નિવારણ લાવવા માટે Governing Body Of Insurance Council (GBIC) ના અધિકારી અથવા બેન્કના અધિકારી અને ઈન્સ્યોરન્સ કંપનીના અધિકારી બનીને વાત કરતાં હતા અને સમસ્યાના નિવારણ માટે Governing Body Of Insurance Council (GBIC)ના ખોટા લેટરપેડ ઉપર માહિતી આપીને અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ભરાવડાવતા હતા.

- Advertisement -

પોલીસ તપાસમાં બહારવ્યું કે આ લોકોએ ફરિયાદી સહિત ચાર લોકો સાથે આવી રીતે છેતરપિંડી કરીને 2 કરોડથી પણ વધારે રકમનું ફ્રોડ કર્યું છે. આ ઉપરાંત આ આરોપી સામે દિલ્હી અને મુંબઈમાં પણ છેતરપિંડી માટેના ગુના નોંધવામાં આવ્યા છે, જેના કારણે વધુ તપાસ માટે પોલીસ દ્વારા વધુ તપાસ માટે આરોપીના રિમાન્ડ માગણી કરવામાં આવશે અને વધુ તપાસ કરવામાં આવશે.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular