Wednesday, April 22, 2026
HomeGujaratNCBએ અમદાવાદમાં પતિ-પત્ની સહિત અન્ય એકની 25 લાખના ડ્રગ્સ સાથે કરી ધરપકડ

NCBએ અમદાવાદમાં પતિ-પત્ની સહિત અન્ય એકની 25 લાખના ડ્રગ્સ સાથે કરી ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધીમાં જે પ્રમાણમાં દારૂનો વ્યવસાય થાય છે તેના કરતાં વધારે તો હવે ડ્રગ્સનો કારોબાર શરૂ થઈ ગયો છે. રોજબરોજ પોલીસ દ્વારા ડ્રગ્સનું વેચાણ કરતાં અને ડ્રગ્સનું સેવન કરતાં લોકોની ધરપકડ કરીને મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવે છે. બુધવારે રાતે અમદાવાદ SOG ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મહિલાની MD ડ્રગ્સ સાથે ધરપકડ કરવાં આવી હતી ત્યારે ગઇકાલે રાતના સમયે NCB( Narcotics Control Bureau) દ્વારા CTM પાસે બે પુરુષ અને એક મહિલાની 400 ગ્રામ MD ડ્રગ સાથે ધરપકડ કરવામાં આવી છે.

ગઇકાલે NCBને બાતમી મળી હતી કે એક વ્યક્તિ મુંબઈથી ડ્રગ્સ લઈને બસમાં અમદાવાદ આવી રહ્યો છે. બાતમીના આધારે NCB દ્વારા CTM ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવીને આરોપીની ધરપકડ કરી હતી. NCB દ્વારા પકડવામાં આવેલો સાજીદ મિયાં નામનો વ્યક્તિ મુંબઈથી ડ્રગ્સ લઈને આવ્યો હતો અને અમદાવાદમા વજુદ્દીન શેખ અને તેની પત્ની સાફિના શેખને ડિલિવર કરવાનો હતો. NCB દ્વારા આ ત્રણેય લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -



NCBએ સાજીદ મિયાં પાસેથી અંદાજિત 400 ગ્રામ જેટલું ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત અંદાજિત 25 લાખ રૂપિયા થાય છે. NCB દ્વારા પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ આવી રીતે મુંબઈથી ડ્રગ્સ લાવતા હતા અને અમદાવાદનાં પેડલરને વેચી દેતા હતા. પકડાયેલા આરોપીઓ અત્યાર સુધીમાં કેટલુ ડ્રગ્સ અમદાવાદમાં લાવ્યા છે? કોની પાસેથી લાવતા હતા? અમદાવાદમાં અન્ય કોણ કોણ ડ્રગ્સ પેડલર આ રેકેટમાં સામેલ છે? તે દિશામા NCB એ તપાસ શરૂ કરી છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular