Wednesday, June 24, 2026
HomeGujaratકારનો એક જ પાર્ટ ચોરી કરતી ગેંગને ઝડપી લેતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ,...

કારનો એક જ પાર્ટ ચોરી કરતી ગેંગને ઝડપી લેતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, 200થી વધારે ચોરીની કબુલાત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં ઈકો કારમાં લાગેલુ સાયલેન્સરની ઉઠાંતરી કરતી ટોળકી સક્રિય છે. જોકે આવી ટોળકી દ્વારા મારુતિ સુઝુકીની ઈકો કારને જ ટાર્ગેટ કરતી હોવાના અનેક કિસ્સા પોલીસ ચોંપડે નોંધાઈ ચૂક્યા છે. ટોળકીઓ રાત્રીના અંધારાનો ફાયદો લઈને પાર્ક કરેલી ઈકો કારમાંથી સાયલેન્સર કાઢી નાખતા હતા. જ્યારે વાહનચાલક સવારે કાર ચાલુ કરે ત્યારે વાહનનો કંઈક અલગ જ અવાજ સંભળાય ત્યારે સાયલેન્સર ચોરી થયા હોવાનું વાહન ચાલકને જાણ થતી હોય છે. આવી ફરિયાદો સતત સામે આવતી હોય પોલીસ પણ સતર્ક બની છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) દ્વારા ઈકો કારના સાયલેન્સરની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમદાવાદ શહેર અને અન્ય જિલ્લામાં ઈકો કારના સાયલેન્સરની ચોરી કરતી ગેંગને ઝડપી પાડીને 65 જેટલા ગુનાનો ભેદને ઉકેલી કાઢ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર એસ. જે. જાડેજા અને તેમની ટીમના પોલીસ સબ ઈન્સપેક્ટર જે.આર.બલાત, પ્રદિપકુમાર હેમજીભાઈએ સનાથલ બ્રિજ પરથી ઈકો કારની ચોરી કરતી ટોળકીના આરોપી આસીફ વોરા, ઉવેશમીયા મલેક અને સરફરાજ મલેકને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ઈકો કારના ઉપયોગ થયેલા 15 સાયલેન્સર મળ્યા હતા. એક સાયલેન્સરની કિંમત અંદાજિત કિંમત 50 હજાર માનવામાં આવે છે. પોલીસને આરોપી પાસેથી બલેનો કાર સહિત લોખંડના સળીયા, કોસ, સાયલેન્સર ખોલવા માટેના પાના, કોપરના સળીયા, હથોડી જેવા ઓજાર મળ્યા હતા.

- Advertisement -

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી તેમના સાથીઓ સાથે અમદાવાદ શહેર અને આણંદ જિલ્લામાં રાત્રીના સમયે જઈને પાર્કિંગમાં પાર્ક કરેલી ઈકો કારના સાયલેન્સરની ચોરી કરતાં હતા. સાયલેન્સરમાંથી નીકળતા પ્લેન્ટીન્યમસ પેલેડીયમ અને રોડીયમ જેવા પદાર્થ મેળવવામાં માટે સાયલેન્સરની ચોરી કરતાં હતા, આ પદાર્થોને ઉંચા ભાવે ઉત્તરપ્રદેશના આઝમગઢના રહેવાસી નવાબ અને ફૈઝાનના મારફતે દિલ્હી ખાતે એક વ્યક્તિને વેચતા હોવાની કબુલાત કરી હતી.

જ્યારે આરોપી ઈકો કારના સાયલેન્સરની ચોરી કરી તેમાંથી પદાર્થ કાઢી લીધા બાદ ખાલી સાયલેન્સરને જોડે રાખી બીજી વખત ચોરી કરવા જાય ત્યારે કારમાં આ સાયલેન્સર નાખીને ઓરીજનલ કાઢી લેતા અને ઝડપથી જગ્યા છોડી દેતા હતા, પકડાયેલા 3 આરોપી અને તેમના બીજા 5 સાથીઓ ભેગા મળીને ફેબ્રુઆરી 2022થી અત્યાર સુધી અમદાવાદમાં સાબરમતી નદીથી પશ્વિમ વિસ્તારમાં કુલ 192 સાયલેન્સર ચોરી કરી હોવાની આરોપીએ કબુલાત કરી હતી. ઉપરાંત આણંદ જિલ્લાના બોરસદ, કરમસદ, પેટલાદ વિસ્તારમાંથી 10થી વધુ સાયલેન્સર ચોરી કર્યા હતા. આરોપીએ કરેલી કબુલાત સબંધે રેકોર્ડની ખાત્રી કરતાં કુલ 65 જેટલા ગુનાનો ભેદ ઉકલાયો છે.

આરોપી આસીફ 2016માં ઢોર ચોરી, ઘરફોડ તોરીના ગુનામાં સોલા, સેટેલાઈટ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો, સાથે જ વર્ષ 2020માં આણંદ જિલ્લાના ખંભાત પોલીસ સ્ટેશનમાં મારા મારીના ગુનામાં, વિદ્યાનગર, વિરસદ, બોરસદ, પેટલાદ, ભાદરણ, બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઈકો સાયલેન્સર ચોરી 19 જેટલા ગુનામાં પકડાયો હતો. જ્યારે આરોપી સરફરાજ મલેક 2017માં અમદાવાદના સેટેલાઈટ, વસ્ત્રાપુર, એલીસબ્રિજ અને ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં અને 2019માં વાસદ પોલીસ સ્ટેશનમાં બકરા ચોરીના ગુનામાં પકડાયો હતો.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular