Wednesday, December 11, 2024
HomeGujaratAhmedabadદગાખોર નીકળ્યો મહેતાજી ! કંપનીએ રોકેલા એકાઉન્ટન્ટે ફેરવ્યું ફુલેકું વાંચો કેમ

દગાખોર નીકળ્યો મહેતાજી ! કંપનીએ રોકેલા એકાઉન્ટન્ટે ફેરવ્યું ફુલેકું વાંચો કેમ

- Advertisement -

આસીફ કાદરી (નવજીવન ન્યુઝ.અમદાવાદ): કંપનીઓ અને વેપારીઓ આર્થિક વ્યવહારોની જાળવણી માટે મહેતાજી કહેતા એકાઉન્ટન્ટ રાખતા હોય છે.આવો જ એક મહેતાજી અમદાવાદની (Ahmedabad) કોટન રેડીમેઈડ વૉશ કરવાનું કામ કરતી કંપનીએ રાખ્યો હતો પણ મેહતાજીએ આર્થિક વ્યવહારની જાળવણી કરવાના બદલે સાવરણી ફેરવી કંપનીને ચૂનો લગાવી દીધો હતો.મામલો સામે આવતા કંપનીના સંચાલકો દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાંચની (Ahmedabad Crime Branch) EOW શાખાને ફરિયાદ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદની કોટન રેડીમેઈડ વૉશ કરવાનું કામ કરતી ઑશિયન વૉશ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના માલિક ફારુક અહેમદ રસુલમીયાં ચાંદમિયાં દ્વારા EOW શાખામાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં કંપનીના જ એકાઉન્ટન્ટ ઈરફાન ઈસ્માઈલ શેખે કંપનીને ચૂનો લગાવ્યાની માહિતી તેમણે આપી હતી. ફરિયાદ મળતા પોલીસે ઘટનાની તપાસ હાથ ધરતા સામે આવ્યું હતું કે, આરોપી ઈરફાન છેલ્લા 12 વર્ષથી કંપનીમાં કામ કરી રહ્યો હતો અને કંપનીના માલિકોનો વિશ્વાસ જીતી લીધો હતો. બાદમાં આરોપી એકાઉન્ટન્ટે કંપનીને આર્થિક રીતે ચૂનો લગાવવા બે અલગ-અલગ ફર્મ બનાવી હતી. જે ફર્મમાં ઑશિયન કંપની સાથે છેતરપિંડી આચરવાનું શરું કર્યું હતું.

- Advertisement -

પોલીસે બંને ફર્મની તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, આરોપી ઈરફાને S.B. કેમિકલ નામે કંપની પોતાના નામે રજિસ્ટર કરી હતી જ્યારે F. A. ટ્રેડર્સ નામની કંપની પોતાની પત્નીના નામે રજિસ્ટર કરી હતી. જે કંપનીઓના લેઝરમાં ઈરફાને ખોટા લેઝર બનાવી તેનો ઉપયોગ કરી ટૂકડે ટૂકડે રુપિયા 3 લાખ 77 હજાર કરતા વધારેની રકમ ટ્રાન્સફર કરી ઓશિયન કંપની સાથે છેતરપિંડી આચરી હતી. પોલીસ તપાસમાં ઈરફાન અને તેની પત્ની નાઝિયાબાનું ની છેતરપિંડી સામે આવતા પોલીસે IPCની કલમ 406, 408, 420 અને 114 મુજબ ગુનો દાખલ કરી ઈરફાનની ધરપકડ કરી છે. જ્યારે ઈરફાનની પત્ની નાઝિયાબાનુની ધરપકડ માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular