Saturday, August 8, 2026
HomeGeneralપિતાની સારવાર માટે વિદેશી યુવક ભારત આવ્યો, જાણો પછી એવું તો શું...

પિતાની સારવાર માટે વિદેશી યુવક ભારત આવ્યો, જાણો પછી એવું તો શું કર્યું કે અમદાવાદ ક્રાઈમ બાન્ચના હાથે ઝડપાઈ ગયો

- Advertisement -

જયંત દાફડા (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): યમન દેશનો યુવક અમદાવાદમાં રાયફલ એકે 47ના પાર્ટસ બનાવડાવવા માટે આવ્યો હતો. તેણે અમદાવાદની અલગ-અલગ જગ્યા પરથી રાયફલના પાર્ટસ બનાવ્યા હતા. જો કે ક્રાઈમબ્રાન્ચની સતર્ક નજરથી બચી શકયો નહીં. આ આરોપી પિતાની સારવાર માટે તેમની સાથે મુંબઈ આવ્યો હતો. ત્યાર બાદ યમનદેશમાં એક યુવક સાથે થયેલી ડીલ મુજબ અમદાવાદમાં રાયફલના પાર્ટસ બનાવડાવા આવ્યો હતો.



પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 02 ફેબ્રુઆરીએ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર સી.બી.ટંડેલ અને તેમના સ્ટાફના માળસો પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન બાતમી મળી હતી કે ટોરેન્ટ પાવર સબ સ્ટેશન નજીક આવેલી હોટલ સ્કાય ઈન ટુ ના રુમ નં. 211માં એક યમન દેશનો વિદેશી નાગરિક રોકાયો છે અને તે ભારતમાં આવીને ગેરકાયદેસર રીતે ઓટોમેટીક રાયફલના પાર્ટસ બનાવડાવી યમન દેશમાં સપ્લાય કરવાની પ્રવૃતિ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસની ટીમ હોટેલ પર જઈને તપાસ કરતાં અબ્દુલઅજીજ અલઅઝઝાની મળી આવ્યો હતો. પોલીસે રુમની તપાસ કરતા તેની પાસેથી રાયફલ બનાવવા પાર્ટસ મળી આવ્યા હતા.

પોલીસ પુછપરછમાં આરોપીએ કબુલાત કરી છે કે પોતાના દેશ યમનમાં આંતરિક સંઘર્ષોના કારણે અસ્થિરતાએનું વાતાવરણ છે. જેના કરને અલગ-અલગ સશસ્ત્ર ગૃપો હાઉથી, ઝનબ, અલકાયદા વગેરે એક્ટિવ હોવાના કારણે હાલના સંજોગોમાં યમનમાં ગૃહયુધ્ધ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. જેથી હથિયારોની વ્યાપક માત્રામાં જરુર હોવાથી યમનના મુનીર મોહમંદકાસીમ યમનમાં આરોપીને મળ્યો હતો. જેણે અત્યાધુનિક હથિયારના પાટર્સ લાવવા માટે જણાવ્યું હતું. આ કામ માટે તેને 10% કમિશન આપવાની વાત પણ કરી હતી.



આરોપી યમનમાં છુટક મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેના પિતાને હ્રદયની બિમારી હોવાના કારણે આરોપી અગાઉ 2018માં મુંબઈ Wockhardt hospitalમાં પિતાને સારવાર કરાવવા આવ્યો હતો. દર વર્ષે મેડીકલ ચેક અપ માટે મુંબઇ આવવાનું થતુ હોવાના કારણે પિતાની સારવારના બહાને મેડીકલ વીઝા મેળવી પિતા સાથે 16 નવેમ્બરે મુંબઈમાં આવી 28 દિવસ રોકાયો હતો. પિતાનું ચેકઅપ કરાવીને તેમને યમન મોકલી દીઘા હતા.

- Advertisement -

ત્યાર બાદ આરોપીએ મુનીરના કહ્યા મુજબ હથિયારોના પાર્ટસ બનાવડાવા માટે મુંબઈથી અમદાવાદ આવ્યો હતો. મુનીરે તેને આપેલા કોમ્યુટરાઈઝડ ગ્રાફીક્સના ફોટાના આઘારે ગુગલ પર સર્ચ કરીને શહેરના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં જઈને તપાસ કરી હતી. ત્યાર બાદ ઓઢવ જી.આઈ.ડી.સી. ખાતે ડી.કે.એન્જીનીયરીંગ કંપનીમાં જઈ સેલ્સમેન તરીકે પોતાની ઓળખ આપીને જુદી-જુદી મશીનરીના સ્પેર પાટર્સ બનાવવાનું જણાવી ઓળખાણ આપી હતી. સૌ પ્રથમ રાયફલ બનાવવાના પાટર્સની 4 ડાઈ બનાવડવી હતી જેના આધારે maruti inv steel cast અને kalpesh alloysકંપનીમાં રાયફલ બનાવવાના પાટર્સનો ઓર્ડર આપ્યો હતો. આ તમામ પાટર્સને કાર્ગો મારફતે યમન મોકલવાના હતા.

પોલીસે આરોપી પાસેથી રાયફલના પાટર્સ બનાવવાની ડાઈ 4 નંગ, gas block front sight short barrel assemblyના મેટલ પાર્ટ 18 નંગ, gas block front sight short barrel assemblyના પાટર્સ બાનાવવાના વેક્સ મોલ્ડ 30 નંગ, front side barrel assemblyના પાટર્સ બનાવવા વેક્સ મોલ્ડના 50 નંગ, રાયફલમાં લગાવવામાં આવતા મીકેનીકલ પાટર્સ બનાવવાના વેક્સ મોલ્ડના 47 નંગ, front side gas block પાટર્સ બનાવવામા વેક્સ મોલ્ડના 5 નંગ, રાયફલના જુદા-જુદા પાટર્સના સેમ્પલોની ડિઝાઈન કરેલા કાગળોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.



સમગ્ર બાબતે આરોપી અન્ય કોઈ સાથે સંડોવાયેલો છે કે નહીં? તેમજ તેની સાથે આ ગુનામાં સ્થાનિક ઈસમોની સંડોવણી છે કે નહીં? ભારતમાં આવ્યા બાદ આરોપી કોને કોને મળ્યો હતો? અગાઉ આ પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે કે નહીં? તે બાબતે પોલીસ પુછપરછ કરી રહી છે. પોલીસે આરોપી સામે ઘી આર્મ્સ એક્ટ કલમ 25(1) (એ), 25 (1-બી), (એફ) તથા ફોરેનર્સ એક્ટની કલમ 14 (બી) મુજબ ગુનો દાખલ કરીને આરોપીને નામદાર કોર્ટમાં રજુ કરી સાત દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.


- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.





Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular