નવજીવન.સુરત: સુરતમાં એનઓસી રિન્યુ કરાવવા માટે વર્ગ 3ના ફાયર ઓફિસરે વ્યવહાર માંગ્યો અને એસીબીના સકંજામાં આવી ગયો છે. એસીબીએ ફાયર ઓફિસર અને ખાનગી વ્યક્તિને ડિટેઈન કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત માહિત અનુસાર, ફરિયાદીએ કોમર્શીયલ શોપીંગ સેન્ટરની ફાયર સેફટી NOC રીન્યુ કરાવવા માટે સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ સેફટી વિભાગમાં અરજી કરી હતી. જેથી બેચરભાઈ કરમણભાઈ સોલંકી ફાયર ઓફિસર વર્ગ-૩એ ફરીયાદીને બોલાવી ઝડપી NOC મેળવવી હોય તો વ્યવહારના રૂ.૩૦,૦૦૦/- આપવા પડશે તેમ જણાવ્યુ હતું.
ફાયર ઓફિસરે ફરીયાદીને સચિનભાઈ અરજણભાઈ ગોહિલ (ખાનગી વ્યક્તિ) સાથે ઓળખાણ કરવી હતી અને વ્યવહારના રૂ.૩૦,૦૦૦/- સચિનને આપવાનું જણાવ્યુ હતું. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબીના ટોલ ફ્રી નં.૧૦૬૪ ઉપર ફોન કરી એસીબીનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર બાબતે ફરીયાદ આપી હતી.
ફરીયાદીની ફરીયાદના આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. છટકા દરમ્યાન સચિનએ ફરીયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી. એસીબીએ ફાયર ઓફિસર અને ખાનગી વ્યક્તિને ડિટેઈન કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












