Friday, May 1, 2026
HomeGeneralRTIમાં થયો ખુલાસો, AMC દ્વારા શેલ્બી હોસ્પિટલને ફાયદો કરાવવા સરદાર પટેલ સ્ટેડિયમ...

RTIમાં થયો ખુલાસો, AMC દ્વારા શેલ્બી હોસ્પિટલને ફાયદો કરાવવા સરદાર પટેલ સ્ટેડિયમ આપવામાં આવ્યું

- Advertisement -

નવજીવન. અમદાવાદ: અમદાવાદમાં કોરોનાની બીજી લહેર બાદ જ્યારે રસીકરણ અભિયાનને વેગ આપવામાં આવ્યો ત્યારે કેટલીક ખાનગી હોસ્પિટલને વેક્સિન ડ્રાઈવ ચલાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્પોરેશનના અંતર્ગત આવતા સરકારી સ્ટેડિયમ આપવામાં આવ્યા હતા. આ અંતર્ગત અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલું સરદાર પટેલ સ્ટેડિયમ શેલ્બી હોસ્પિટલને ડ્રાઈવ-થ્રુ વેક્સિનેશન માટે આપવામાં આવ્યું હતું.

એક RTIમાં જાણકારી મળી છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સ્ટેડિયમ માટે કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવ્યો નથી. આ ઉપરાંત વેક્સિન અભિયાન માટે જે મંડપ અને બીજી વ્યવસ્થાની જરૂર હતી તે પણ કોર્પોરેશને પોતાના ખર્ચે શેલ્બી હોસ્પીટલને આપ્યું હતું. અહિયા આશ્ચર્યની વાત એ છે કે આ બધુ કોર્પોરેશને નિઃશુલ્ક આપ્યું હોવા છતાં શેલ્બી હોસ્પિટલે એક ડોઝ માટે 1 હજાર રૂપિયા ચાર્જ કર્યા હતા.

- Advertisement -



આ અંગે RTI કર્તા જોહર વોરાએ જણાવ્યું હતું કે, “અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોએ ખાનગી હોસ્પિટલ એટલે કે શેલ્બી હોસ્પિટલ ફાયદો કરવા માટે સરકારી ખર્ચે ડ્રાઈવ થ્રુ વેક્સિન માટે વ્યવસ્થા ઊભી કરી હતી. ૨૦૨૧ વર્ષમાં કોરોના બીજી લહેર વખતે કોરોના સામે લડવા વેકિસન એક માત્ર ઉપાય વેક્સિન હતી. ત્યારે કોર્પોરેશને તબક્કા વાર વેકિસન ડ્રાઈવ કરવા અનેક પગલાઓ લીધા હતા. જેમાં મહાનગર પાલિકાએ પણ ડ્રાઇવ થ્રુ વેકિસન અભિયાન શરૂ કર્યું હતું, પરંતુ આ ડ્રાઈવ થ્રુ વેકિસન અભિયાનમાં ભાજપના શાસકોએ શેલ્બી હોસ્પિટલ ફાયદો કરવા માટે સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરાને વિના મુલ્યે વેક્સિન ડ્રાઇવ માટે જગ્યા આપી હતી.”

તેમણે વધુમાં જણાવ્યું હું કે, “સરદાર પટેલ સ્ટેડિયમ સાથે એએમસી દ્વારા શેલ્બી હોસ્પિટલને ટેબલ ખુરશી, મંડપ, સિક્યુરિટી અન્ય તમામ વ્યવસ્થા પણ ફ્રીમાં આપી હતી. જો એએમસી તમામ વ્યવસ્થા ઉભી કરી હોય તો ખાનગી હોસ્પિટલ વેકિસન લેનાર વ્યક્તિને ફાયદો થાય તેવું કંઈક કરવું જોઈતું હતું, પરંતુ શેલ્બી હોસ્પિટલ દ્વારા ડ્રાઈવ થ્રુ વેકિસન માટે વેકિસન ડોઝ દીઠ ૧ હજાર રૂપિયા ચાર્જ લેવામાં આવ્યો હતો. જેથી અહીં વેપારી કરણ થયું હોવાનો આરોપ લાગ્યો છે.”

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular