Saturday, May 2, 2026
HomeGeneral'નીટ' પરીક્ષામાં મહુવાના ખરવાણ ગામની વિદ્યાર્થિની ખુશી પટેલે ST કેટેગરીમાં ગુજરાતમાં પ્રથમ...

‘નીટ’ પરીક્ષામાં મહુવાના ખરવાણ ગામની વિદ્યાર્થિની ખુશી પટેલે ST કેટેગરીમાં ગુજરાતમાં પ્રથમ અને ઓલ ઈન્ડિયામાં છઠ્ઠો રેન્ક મેળવ્યો

- Advertisement -

નવજીવન.સુરત : ધો.૧૨ પછી મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી નિટ (NEET-નેશનલ એલિજીબિલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)-૨૦૨૧ નું પરિણામ જાહેર થયું છે. જેમાં સુરત જિલ્લાના મહુવા તાલુકાના ખરવાણ ભાટ ફળીયા રહેવાસી શિક્ષક દંપતિની પુત્રી ખુશી ઢોડિયા પટેલે ઝળહળતી સફળતા હાંસલ કરતાં ૭૨૦ માંથી ૬૫૧ સ્કોર સાથે એસટી કેટગરીમાં ગુજરાતમાં પ્રથમ અને ઓલ ઈન્ડિયામાં છઠ્ઠો રેન્ક પ્રાપ્ત કરી પરિવાર તેમજ સુરત જિલ્લા અને રાજ્યનું નામ રોશન કર્યું છે.

સખત મહેનતથી નીટમાં સફળતા મેળવનાર ૧૮ વર્ષીય ખુશી પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના કારણે ઓફલાઇન શિક્ષણ બંધ થતા ઓનલાઇન અભ્યાસ કરી NEETની તૈયારી કરી હતી. મારા માતા નીતાબેન અને પિતા પ્રવિણભાઈ બંન્ને શિક્ષક છે, અને હાલ તેઓ પંચમહાલના હાલોલમાં ફરજ બજાવે છે. તેઓની પ્રેરણાથી મેં નાનપણથી જ મેડિકલ લાઇન લઈને ડોક્ટર બની લોકોની સેવા કરવાનું સપનુ સેવ્યું હતું. મેં વડોદરાની પાર્થ સ્કુલ ઓફ સાયન્સમાં ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ મેળવ્યું છે, જ્યાં પણ અભ્યાસમાં આગળ વધવા માટે ઉમદા સહયોગ મળ્યો છે. જેથી મેડિકલ ફિલ્ડમાં આગળ વધવા માટે રોજ ૧૨ કલાક જેટલો સમય અભ્યાસ માટે ફાળવતી હતી.

- Advertisement -



ખુશી વધુમાં જણાવે છે કે, નીટના જાહેર થયેલાં પરિણામમાં એસટી કેટગરીમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવતા અતિ આનંદની લાગણી અનુભવું છું. માતા-પિતાના પ્રોત્સાહન અને રાતદિવસ તૈયારી માટેના સહકારના કારણે MBBSમાં પ્રવેશ લઇ તબીબ બનવાનું સ્વપ્ન હવે હું પૂર્ણ કરી શકીશ. મારી હવે એઈમ્સ ઇન્સ્ટીટયુટમાં એડમિશન લેવાની ખેવના છે. આજે ઈચ્છિત સફળતા-સિદ્ધિ મેળવતા હવે લાગી રહ્યું છે કે આખરે મારી મહેનત રંગ લાવી છે.

ખુશીના પિતા પ્રવિણભાઈ પટેલે જણાવ્યું હતું, કે, ખુશી નાનપણથી જ અભ્યાસમાં તેજસ્વી છે. દિકરીને ઉચ્ચ અભ્યાસ કરાવી ડોક્ટર બનાવવાનું અમારૂં સ્વપ્ન હવે પૂર્ણ થશે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular