Tuesday, September 8, 2026
HomeGeneralઅમદાવાદ ATSએ 24 શખ્શોને ઝડપ્યા, હથિયાર સૌરાષ્ટ્ર લઈ જવાતા, જાણો તમામના નામ

અમદાવાદ ATSએ 24 શખ્શોને ઝડપ્યા, હથિયાર સૌરાષ્ટ્ર લઈ જવાતા, જાણો તમામના નામ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ પોલીસ દ્વારા અન્ય રાજ્યોમાંથી ગેરકાયદે હથિયાર લઈને ગુજરાતનાં અલગ અલગ શહેરોમાં વેચતા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ATSની ટીમ દ્વારા અમદાવાદનાં ગીતામંદિરથી બે લોકોની ગેરકાયદે હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી ત્યાર બાદ તપપસમાં સામે આવ્યું કે તેમણે આવી રીતે 100 જેટલા હથિયાર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આપ્યા હતા. તપપાસના આધારે અમદાવાદ ATS દ્વારા 22 જેટલા અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.



અમદાવાદ ATSના DySP હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી કે લીમડીની સબ જેલમાંથી પેરોલ જમ્પ કરીને ભાગતો ફરતો આરોપી દેવેન્દ્ર અને તેનો સાગરીત ચાંપારાજ ખાચર લાઇસન્સ વગરના હથિયાર લઈને 3 મેના રોજ સાંજના સમયે અમદાવાદનાં ગીતામંદિર વિસ્તારથી પસાર થવાના છે. બાતમીના આધારે તેમણે એક ટીમ બનાવીને આરોપીને પકડવા માટે મોકલી હતી, જેમણે બંને આરોપીને ગીતામંદિર એસટી સ્ટેન્ડ નજીક પકડી લીધા હતા. તેમની તપાસ કરતાં પોલીસને તેમની પાસેથી બે-બે એમ કુલ ચાર દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી.

બંને આરોપીઓએ કબૂલ્યું હતું કે તેમણે આ પિસ્તોલ મધ્યપ્રદેશના કુક્ષી જિલ્લાના બાગ ગામથી લાવ્યા હતા અને વડોદરામાં વનરાજ નામના એક વ્યક્તિને તેઓ આ પિસ્તોલ આપવાના હતા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ લોકોએ અગાઉ આવી રીતે ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં 100 જેટલા ગેરકાયદે હથિયાર વેચ્યા હતા. જેની તપાસ કરવા માટે ATSના PSI આર.બી.રાણા, બી.એચ.કોરટ, કે.એમ.ભુવા અને કે.આર.વ્યાસને અલગ અલગ ટીમ બનાવીને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટમાં મોકલવામાં આવ્યા હતા. જેની તપાસ દરમિયાન અમદાવાદ ATSની ટીમ દ્વારા 22 જેટલા આરોપીઓને પકડીને 50 ગેરકાયદે હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.



અમદાવાદ ATS દ્વારા દેવેન્દ્ર બોરિચા અને ચાંપરાજ ખાચર સહિત 24 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી કુલ 54 નંગ હથિયાર જપ્ત કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ ગીતામંદિરથી પકડાયેલા બે આરોપી દેવેન્દ્ર બોરિચા અને ચાંપરાજ ખાચર સામે ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં પણ કેટલાક ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જેમાં હત્યાનો પ્રયાસ અને પ્રોહેબિશન જેવા ગુનામાં તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

- Advertisement -

ATS દ્વારા ગેરકાયદે હથિયાર ખરીદવા માટે પકડવામાં આવેલા અન્ય 22 આરોપીઓના નામ

1. ભગીરથ ફુલભાઈ ધાંધલ (ઉં 23, રહે, ગામ તુરખા, બોટાદ)
2. સત્યજીત મોડા (ઉં 23, રહે, ગામ તુરખા, બોટાદ)
3. અલ્પેશ ડાંડોળિયા (ઉં 25, રહે, ગામ હડમતળા, બોટાદ)
4. ઉદયરાજ માંજરિયા (ઉં 29, રહે, ગગનજી ઝુંપડી, બોટાદ)
5. દિલીપ ભાંભળા (ઉં 30, રહે, એસટી ડેપો પાસે પાળીયાદ રોડ, બોટાદ)
6. કિરીટ બોરીચા (ઉં 32, રહે. એસટી ડેપો પાસે પાળીયાદ રોડ, બોટાદ)
7. અજીત ભૂપત પટગીર (ઉં 32, રહે, ગાયત્રીનગર, બોટાદ)
8. મુકેશ રામજી કેરાલીયા (ઉં 30, રહે, ગઢસીરવાનીયા, સાયલા, સુરેન્દ્રનગર)
9. ભાવેશ દિનેશ મકવાણા (ઉં 25, રહે, વાસ્કુપુરા, ચોટીલા, સુરેન્દ્રનગર)
10. પ્રદિપ રણૂભાઈ વાળા (ઉં 26, રહે, ઢેઢુકી, સાયલા, સુરેન્દ્રનગર)
11. પ્રતાપ ભુપત ભાંભળા (ઉં 30, રહે, ભાણેજડા, ચુડા, સુરેન્દ્રનગર)
12. વિનોદ નટુ વ્યાસ (ઉં 33, રહે, જોરાવરનગર, હનુમાન ચોક, સુરેન્દ્રનગર)
13. કિશોર બાવકુભાઈ ધાંધલ (ઉં. 27, રહે, દહિસરા, જસદણ, રાજકોટ)
14. મહિપાલ ભગુભાઈ બોરીચા (ઉં. , રહે, જસદણ, રાજકોટ)
15. રવિરાજ બાબભાઈ ખાચર (ઉં. 27, રહે, ગુંદા, રાણપુર, બોટાદ)
16. રવિ માત્રાભાઈ ખાચર (ઉં. રહે, નાગલપુર રામજી મંદિર પાસે, બોટાદ)
17. શક્તિ જેઠસુરા બસીયા (ઉં. , રહે, નાગલપુર રામજી મંદિર પાસે, બોટાદ)
18. નાગજી જેસીંગ સાંકળીયા (ઉં. 40, રહે, નાગલપુર, રામજી મંદિર પાસે, બોટાદ)
19. રમેશ રસીક ગોહીલ (ઉં. 31, રહે, રાધાકૃષ્ણ-3, મહારાજની દુકાન પાસે, બોટાદ)
20. સુરેશ દેવકુભાઈ ખાચર (ઉં. 26, રહે, ચંદરવા ગામ, રાણપુર, બોટાદ)
21. ચીરાગ મુકેશ જાદવ (ઉં. 30, રહે, આંબેડકરનગર 1, સાયલા, સુરેન્દ્રનગર
22. ગુંજન પ્રકાશ ધામેલ (ઉં. 23, રહે,હોડીધાર વિસ્તાર, સાયલા, સુરેન્દ્રનગર)




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular