Sunday, May 31, 2026
HomeGujaratઅમદાવાદઃ એડીશનલ IT કમિશનર 30 લાખની લાંચ લેતા ACBની ટ્રેપમાં ફસાયા, ઓફિસમાં...

અમદાવાદઃ એડીશનલ IT કમિશનર 30 લાખની લાંચ લેતા ACBની ટ્રેપમાં ફસાયા, ઓફિસમાં હોબાળો થતાં છટકી ગયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં ACBની ટ્રેપમાં મોટી માછલી આવતા-આવતા છટકી ગઈ છે. એડિશનલ IT કમિશનર પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. સંતોષ કરનામી નામના અધિકારી લાંચ માગતા હોવાની જાણકારી મળતા ACB દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી, પરંતું એડિશનલ IT કમિશનર લાંચ લેતા ઝડપાય તે પહેલા છટકવામાં સફળ થયા હતા. હાલ ACBએ વચેટીયાની ભૂમીકા ભજવનારાની ધરપકડ કરી છે. ઉપરાંત એડિશનલ IT કમિશનર સામે ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ફરિયાદીના આધારે અને વ્યવસાયનાં સ્થળે તેમજ તેમની કંપનીના કર્મચારીઓને ત્યાં અમદાવાદ વિંગ ઈન્કમટેક્ષ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન કબ્જે કરાયેલા કરોડો રૂપિયા અને કાર્યવાહીના કાગળોના એપ્રેઝલ રીપોર્ટ બનાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ સર્ચ અંગેનો કેસ ઈન્કમટેક્ષ અમદાવાદ વિભાગના સેન્ટ્રલ સર્કલ રેન્જ 1ના એડીશનલ IT કમિશનર સંતોષ કરનામી પાસે હતો.

- Advertisement -

અમદાવાદના એડીશનલ IT કમિશનર સંતોષ કરનામી વારંવાર ફરિયાદીને ઓફિસમાં બોલાવીને મોટું નુકશાન કરવાની ધમકી આપતા હતા અને નુકશાન ન થાય તેવું કામ કરવા માટે ફરિયાદી પાસે લાંચ માંગતા હતા. ગઈકાલે સંતોષ કરનામી ફરિયાદીને મળવા માટે બોલાવ્યો હતો. ફરિયાદી તેમની ઓફિસે જતા સર્ચના કેસમાં મદદ કરવાના ભાગ રૂપે 30 લાખની માગણી કરી હતી. ઉપરાંત આ લાંચની રકમ સિંધુભવન ખાતે આવેલી ધારા નામની આંગડીયા પેઢી ખાતે સાંકેતિક એકાઉન્ટમાં જમા કરવાનું કહ્યું હતું.

ફરિયાદી લાંચની રકમ આપવા માગતો ન હોવાથી ACBનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે સંતોષ કરનામીએ જણાવેલી આંગડીયા પેઢીએ ACBના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઇન્સપેક્ટર ડી. એન. પટેલ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન સંતોષ કરનામીએ ફરિયાદીએ જમા કરાવેલા 30 લાખ સ્વીકારી લીધા હતા. જ્યારે ACBની બીજી ટીમ તેમની ઓફિસેમાં પહોંચતા હોબાળો મચ્યો હતો. આ દરમિયાન IT કમિશનર સંતોષ કરનામી ઓફિસમાંથી છટકવામાં સફળ થયા હતા.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular