નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત (Ahmedabad Iskcon Bridge Accident) મામલે આજે અમદાવાદ પોલીસ (Ahmedabad Police)દ્વારા આરોપી તથ્ય પટેલ (Tathya Patel) સામે 1700 પાનાની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં સમ્રગ અકસ્માતને લઈ બનાવવામાં આવેલી SIT એ આ કેસમાં 7 દિવસની અંદર આ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. જેમા મહત્વના પૂરાવા અને સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. જે મામલે અમદાવાદ ઈન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી મહત્વની માહિતી આપવામાં આવી છે.
આ અંગે પ્રેમવીરસિંગ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, 20 તારીખે ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત 9 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં ત્રણ પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં આરોપીને ઝડપી અને કડક સજા થાય તે માટે આ સમ્રગ અકસ્માત કેસની તપાસ માટે SIT બનાવામાં આવી હતી. જેમાં DCP, ACP અને 6 PI સહિતના અધિકારીઓ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી હતી. જેમાં 7 દિવસની અંદર તપાસ પૂર્ણ કરી આજે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે.
આ તપાસમાં તમામ સાયન્ટિફીક અને દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. તમામ પાસાઓની તલસ્પર્શી તપાસ કરવામાં આવી છે. જેમાં 1700 જેટલા પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેમાં 191 જેટલા સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. CRPC 164ની કલમ મુજબ 8 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. સ્થળની તપાસ FSL ટીમ સાથે કરવામાં આવી છે. સમ્રગ ઘટનાનું રિકન્ટ્રક્શન સાન્યટિકફિક પુરાવા મેળવામાં આવ્યા છે. તેમજ તમામ વીડિયોના FSL રીપોર્ટ મુકવામાં આવ્યા છે.
તેમજ અકસ્માત સર્જનાર જેગુઆર કારની વિઝબિલીટી અને સ્પીડ અંગે પુરાવા મેળવામાં આવ્યા છે. સાથે જ જેગુઆર કારમાં બેઠેલા સાક્ષીઓ છે. તેમના નિવેદન નોંધવામાં આવ્યા છે. જેગુઆર કાર જે સિસ્ટમ છે તમામ ડિટેઈલ કંપની પાસેથી મેળવવામાં આવી છે. આરોપી ઓવરસ્પીડનો શોખીન હોવાનું સામે આવ્યું છે. તેના સબંધિત પુરાવા પણ એકઠા કર્યા છે. પોલીસે માટે અકસ્માત કેસ ખૂબ પડકાર હતો. જેમાં ઓછા સમયમાં લોકોના નિવેદન લેવા સાયન્ટિફીક અને દસ્તાવેજી પુરાવા ભેગા કરવા આ સમ્રગ કેસમાં એક એક કડીઓની જોડવા તેમજ આરોપી શરૂઆત તપાસમાં સહકાર આપતો ન હતો. આ અકસ્માતમાં કોઈ મહત્વના પૂરાવાનો નાશ કે ચેડા ન થાય તે પણ પોલીસ માટે મોટો પડકાર હતો.
હાલ પોલીસ દ્વારા ભવિષ્યમાં આ પ્રકારના બનાવ ન બને તે માટે DGP ના આદેશ મુજબ અમદાવાદમાં સ્પેશિયલ મેગા ડ્રાઈવ ચલાવામાં આવી રહી છે. જેમાં ઓવર સ્પિડિંગ તેમજ ડ્રિક એન્ડ ડ્રાઈવના ગુનાઓ નોંધવામાં આવી રહ્યા છે. તેમજ આ ડ્રાઈવ અંગે આગામી 1 મહિના સુધી બેફામ વાહનચાલકો સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની પણ વાત કરવામાં આવી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








