Tuesday, March 17, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ: શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, જાણો સમગ્ર મામલો

અમદાવાદ: શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, જાણો સમગ્ર મામલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં જેવી રીતે ક્રાઇમની ઘટનાઓમાં (Ahmedabad Crime Case) વધારો થઈ રહ્યો છે, તેમાં હવે વિદ્યાર્થીઓએ પણ બાકાત નથી રહ્યા. શાળાએ અને કોલેજ જતાં વિદ્યાર્થીઓએ સાથે લૂંટ અને છેડતી જેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે, ત્યારે મણિનગર વિસ્તારમાં શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી સાથે હથિયારની અણી પર લૂંટ (Loot) કરવામાં આવતી હોય તેવી ઘટના સામે આવી છે. આજે એક પરિવારે વિદ્યાર્થી પર વોચ ગોઠવીને આ પૈસા પડાવતા વ્યક્તિને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. બાદમાં લોકોએ તેને જાહેરમાં જ માર મારીને મણિનગર પોલીસ (Maninagar Police) સ્ટેશનને સોંપી દીધો હતો. પોલીસે ભોગ બનનાર પરિવારની ફરિયાદ લઈને આ આરોપી સામે IPC 386 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મણિનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી બાઈ જીવકોર લલ્લુ ભાઇ ઠાકોર નામની સ્કૂલમાં અભ્યાસ કરતો એક વિધાર્થીને તેની જ શાળાનો ભૂતકાળનો રહી ચૂકેલો વિદ્યાર્થી દ્વારા છરીની અણીએ પૈસા પડાવતો હતો. આરોપી ક્રિષ્ના પોતાના મોજ શોખ કરવા આવર-નવાર સ્કૂલના વિધાર્થીને હથિયારની અણીએ ધાક ધમકી આપી ટુકડે ટુકડે રકમ પડાવતો હતો. જે અંગે એક વર્ષ બાદ વિદ્યાર્થીએ પોતાના પરિવારને જાણ કરતા આજે પરિવારજનોએ સ્કૂલ પાસે વોચ ગોઠવી હતી અને પૈસા પડાવતા આરોપીને રંગેહાથ ઝડપી પાડયો હતો. જ્યારે તેની સાથે રહેલો સાગરીત ભાગી છૂટયો હતો. વિદ્યાર્થીના પરિવારે આરોપીને જાહેરમાં માર માર્યો હતો. ત્યારબાદ મણિનગર પોલીસને સુપરત કર્યો હતો.

- Advertisement -

આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીએ નામ ન લેવાની શરતે જણાવ્યું હતું કે, એક વર્ષ આગાઉ મારી સાથે આરોપીની મિત્રતા થઈ હતી. ત્યારબાદ આરોપી આવર-નવાર પૈસા માગણી કરતો હતો. પહેલી વખત મે પૈસા આપવાની ના પાડી તો મને હથિયાર બતાવી કહેતો કે, ‘તું પૈસા નહીં આપે તો હું તને જોઈ લઈશ અને ઘરે જાણ કરીશ તો પછી તને છોડીશ નહીં.’ જેને કારણે વિદ્યાર્થી ખુબ જ ગભરાઈ ગયો હતો અને છેલ્લા એક વર્ષથી આરોપી તેના પાસેથી ટુકડે ટુકડે પૈસા પડાવતો હતો. જેમાં વિદ્યાર્થીના જણાવ્યા મુજબ અત્યાર સુધી આરોપીએ એક લાખથી વધુ રકમ પડાવી લીધી છે. આ બાબતને લઈ તેણે પરિવારને એક વર્ષ બાદ જાણ કરતાં આજે પરિવારજનોએ વોચ ગોઠવી આરોપીને રંગેહાથ ઝડપી પાડયો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular