Thursday, April 16, 2026
HomeGujaratAhmedabadપ્રજ્ઞેશ પટેલની મેડિકલ અને તથ્યની રેગ્યુલર જામીન અરજી પર 21 ઓગસ્ટે થશે...

પ્રજ્ઞેશ પટેલની મેડિકલ અને તથ્યની રેગ્યુલર જામીન અરજી પર 21 ઓગસ્ટે થશે સુનાવણી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: અમદાવાદમાં આવેલા ઇસ્કોન બ્રિજ પર થોડા સમય અગાઉ સર્જાયેલા અકસ્માતમાં (Iskcon Bridge Accident) 9 લોકોના મૃત્યુ થયા હતા, જેના કારણે મુખ્ય આરોપી તથ્ય પટેલ અને અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોને ધાકધમકી આપવાના કેસમાં તથ્યના પિતા પ્રગ્નેશ પટેલને હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે. ત્યારે હવે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તથ્ય પટેલે રે(Tathya Patel) ગ્યુલર જમીન અને પ્રગ્નેશ પટેલે મેડિકલ જમીન અરજી કરી છે. જેના પર આજે સુનાવણી થવાની હતી, પરંતુ પિતા-પુત્રની જમીન અરજી અંગે સરકાર તરફથી એફિડેવિટ કરવાનું બાકી હોવાથી હવે આ જમીન અરજી પર સુનાવણી 21 ઓગસ્ટે સોમવારે કરવામાં આવશે.

આજની સુનાવણીમાં એક મૃતકના પરિવારવતી એડવોકેટ રાજેન્દ્ર શુક્લાએ તથ્યની જામીન અરજી પર કોર્ટમાં વાંધા અરજી દાખલ કરી હતી. જ્યારે પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજી પર આજે કાર્ટમાં ચુકાદો હતો, પણ ત્રણ મૃતકના પરિવારે તેમાં વાંધા અરજી રજૂ કરતાં હવે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર 21 ઓગસ્ટે ચુકાદો આવશે. તથ્ય પટેલ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વકીલ નિસાર વૈદ્ય મારફત રેગ્યુલર જામીન અરજી ફાઈલ કરવામાં આવી છે, જેની પર આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી છે. જ્યારે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની અકસ્માત સમયે ઘટનાસ્થળે લોકોને ધમકાવીને રિવોલ્વર કાઢવાના આપવાના ગુના માટે પોલીસે ધરપકડ કરી હતી.

- Advertisement -

પ્રજ્ઞેશ પટેલે અગાઉ રેગ્યુલર જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. જ્યારે મેડિકલ બેઝ પર કરેલી વચગાળાની જામીન અરજી પર આજે ચુકાદો હતો. પ્રજ્ઞેશ પટેલના વકીલ નિસાર વૈદ્ય દ્વારા ટાટા મેમોરિયલ હોસ્પિટલના કાગળિયા કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. બાદમાં તેણે દલીલ કરતાં જણાવ્યું હતું કે, 2019થી પ્રજ્ઞેશ પટેલની મોઢાના કેન્સરની સતત ટ્રીટમેન્ટ ચાલુ છે. કોર્ટે પૂછ્યું, તેમને કઈ તકલીફ પડી હતી? આથી નિસાર વૈદ્યએ કહ્યું, આખા ભારતમાં મુંબઈની ટાટા હોસ્પિટલમાં જ ટાંકા લીધા વગર સારવાર થાય છે. ડોક્ટરોના અભિપ્રાય અલગ-અલગ છે, કોર્ટને બે હાથ જોડીને સારવાર માટે શરતો સાથે વચગાળાની જામીન આપવા રજૂઆત છે. 23 ઓગસ્ટે એપોઈટમેન્ટ છે. હવે કોર્ટ પ્રજ્ઞેશ પટેલના વચગાળાના અને તથ્ય પટેલેના રેગ્યુલર જામીનની 21 ઓગસ્ટ સોમવારે સુનાવણી હાથ ઘરાશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular