નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ We will Blast your stadium આટલું લખીને આજે અમદાવાદના (Ahmedabad) ક્રિકેટ સ્ટેડિયમને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો છે. હાલમાં જ જ્યાં ભારત દ્વારા આતંકવાદના જવાબમાં પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક (Airstrike) કરવામાં આવી છે અને તેવા સમયે આ પ્રકારનો ઈમેઈલ ગુજરાત ક્રિકેટ એશો.ને (GCA) મળતા તુરંત અમદાવાદ પોલીસને જાણ કરવામાં આવી છે.
પહેલગામ હુમલામાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા મામલે છેલ્લા ઘણા સમયથી બેઠકોનો દૌર ચાલી રહ્યો હતો. આજે બુધવારે વહેલી સવારે અહેવાલો સામે આવ્યા કે ભારત દ્વારા પાકિસ્તાન સામે એર સ્ટ્રાઈક થકી જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. જે મામલે ભારતીય સેના દ્વારા પ્રેસ બ્રિફિંગ પણ કરવામાં આવ્યું હતું. ભારતના આ પગલા પછી દેશના ઘણા વિસ્તારો ઉપરાંત ગુજરાતના પણ ઘણા સ્થાનોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ એરપોર્ટ પણ છે.
આ માહોલ વચ્ચે જીસીએને એક ઈમેઈલ મળે છે. જેમાં અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમ જેને હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેને લઈને અમદાવાદ પોલીસને જાણ કરાતા તુરંત બોમ્બ અને ડૉગ સ્ક્વૉડ સાથે સ્ટેડિયમમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








