Saturday, April 11, 2026
HomeGujaratVadodaraપાકિસ્તાનને ગુજરાતની મુસ્લિમ દીકરીએ કેવો આપ્યો જવાબ? Operation Sindoorનો બની ચહેરો

પાકિસ્તાનને ગુજરાતની મુસ્લિમ દીકરીએ કેવો આપ્યો જવાબ? Operation Sindoorનો બની ચહેરો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વડોદરાઃ પાકિસ્તાનને આતંકવાદનો વળતો જવાબ ભારતીય સેનાએ (Indian Army) બુધવારે વહેલી સવારે એરસ્ટ્રાઈકથી (Air Strike) આપ્યો છે. આ હુમલાની માહિતી લોકો સામે મુકતા વખતે ભારતીય સેનાની બે મહિલા અધિકારીઓ પૈકીના એક અધિકારી કર્નલ સોફિયા કુરેશી (Colonel Sophia Qureshi) હતા. જેઓ ગુજરાતના વડોદરા શહેરના છે. ચાલો જાણીએ તેઓ અંગે અને તેમણે શું વાત કરી.

ભારતીય લશ્કરના કર્નલ સોફિયા કુરેશી જન્મે વડોદરાના છે અને અહીંની મહારાજા સયાજી રાવ ગાયકવાડ યુનિવર્સિટીમાંથી તેમણે બાયો કેમેસ્ટ્રીમાં બીએસસી અને તે પછી એમએસસીનું ભણતર પુરું કર્યું હતું. તેમના દાદા પણ આર્મીમાં સેવા આપી ચુક્યા છે અને તેમના પિતા પણ મિકેનાઈઝ્ડ ઈન્ફર્ટીમાં આર્મી ઓફિસર તરીકે સેવા કરી ચુક્યા છે.

- Advertisement -

આપને યાદ હશે કે, જ્યારે વર્ષ 2001-02 દરમિયાન ઓપરેશન પરાક્રમ કરવામાં આવ્યું હતું ત્યારે પણ તેઓ ત્યાં પંજાબ સરહદ પર પોસ્ટેડ હતા. ઉપરાંત કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા મિશનનો પણ તેઓ વર્ષ 20006માં ભાગ બન્યા હતા. જેમાં મહિલાઓ અને બાળકોને હિંસાથી બચાવવા માટે કવાયત હાથ ધરાઈ હતી. આ ઉપરાંત ઘણા મહત્વના સમયમાં તેઓ આર્મીના ઓર્ડર પ્રમાણે કાર્યરત રહ્યા હતા. આપને જણાવી દઈએ કે 17 વર્ષની ઉંમરે તેઓ શોર્ટ સર્વિસ કમિશન હેઠળ ભારતીય સેનામાં જોડાયા હતા.

પહેલગામ હુમલો

પહેલગામમાં ફરવા ગયેલા દેશ-વિદેશના ઘણા નાગરિકો હાજર હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમા 26 જેટલા લોકો માર્યા ગયા હતા. આ હુમલાને લઈને દેશમાં ઘણી નારાજગી હતી. આતંકવાદીઓએ અહીં લોકો પર હુમલો કર્યો અને ત્યાંથી છૂમંતર પણ થઈ ગયા. જોકે આ મામલાને લઈને જવાબી કાર્યવાહી કરવા માટે સતત બેઠકોનો દૌર ચાલ્યો. આજે બુધવારે વહેલી સવારે એવા સમાચાર સામે આવ્યા છે કે ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી દીધી હતી જેમાં 100 વ્યક્તિઓના માર્યા ગયાના પ્રારંભિક અહેવાલ સામે આવ્યા છે. આ ઓપરેશન અંગે ભારતીય આર્મી દ્વારા લોકો સમક્ષ વિગતો જાહેર કરવામાં આવી હતી.

- Advertisement -

શું કહ્યું કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે

ભારતીય લશ્કરે કરેલી કાર્યવાહી અંગે માધ્યમો દ્વારા લોકોને મહત્વની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, રાત્રે 1.05થી 1.30 વાગ્યા વચ્ચે આ ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું. પાકિસ્તાનમાં આતંકવાદીઓની તૈયારી અંગેના અહેવાલો સામે આવ્યા હતા. પહેલગામ હુમલા પછી પણ આ જાણકારી સામે આવી હતી. અમે પાકિસ્તાન અને POKમાં 9 ટાર્ગેટ સિલેક્ટ કર્યા હતા. તેમને નષ્ટ કરી દેવાયા છે. ત્યાં લોન્ચપેડ અને ટ્રેઈનિંગ સેન્ટર્સને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. અમે આ ટાર્ગેટ વિશ્વસનીય ગુપ્ત માહિતીઓને ધ્યાનમાં રાખી નક્કી કર્યા હતા.
આ ઓપરેશન સિંદૂર દરમિયાન ધ્યાન રાખવામાં આવ્યું હતું કે, નિર્દોષ લોકોને કે તેમના માળખાઓને નુકસાન ના થાય. જેમાં POKમાં સવાઈનાલા મુઝફ્ફરાબાદમાં લશ્કરનું ટ્રેઈનિંગ સેન્ટર હતું. સોનમર્ગ, ગુલમર્ગ અને પહેલગામ હુમલાના આતંકીઓએ અહીં ટ્રેઈનિંગ લીધી હતી. ગુરપુરના કોટલીમાં લશ્કરનો એક કેમ્પ હતો જે 2023ના પૂંછ એટેકમાં આતંકીઓને ટ્રેનિંગ માટે વપરાયો હતો. મુઝફ્ફરાબાદના સૈયદ બિલાલ કેમ્પમાં તાલીમ આપવામાં આવી હતી. સિયાલકોટમાં સરજલ કેમ્પ જે 2025માં પોલીસકર્મીઓની હત્યા કરનાર આતંકીઓને તાલીમ આપવામાં વપરાયો હતો. સિયાલકોટના મહમૂના જયા કેમ્પમાં હિજબુલનો કેમ્પ હતો, કઠુઆમાં આતંકવાદનું કંટ્રોલ સેન્ટર હતું. મરકડ તૈયબા મુરિડકે એક આતંકવાદી છાવણી છે. પઠાણકોટ હુમલાનું પ્લાનિંગ અહીં કઠુઆના કેન્દ્રમાં થયું હતું. ઉપરાંત અજમલ કસાબ અને ડેવિડ કોલમેન હેડલીને અહીં મરકડ વાળી છાવણીમાં ટ્રેઈનિંગ આપવામાં આવી હતી. સાથે જ મરકઝ સુભાનલ્લાહ ભાવલપુર જૈશનું કેન્દ્ર હતું. ત્યાં ભરતી અને તાલીમ આપી આતંકવાદીઓને તૈયાર કરવામાં આવતા હતા. એરસ્ટ્રાઈકમાં નાગરિકોની જાનહાનીના કોઈ અહેવાલ નથી. અમે રહેણાક વિસ્તારોને ટાર્ગેટ કર્યા નથી. ઉલ્લેખનીય છે કે આ લશ્કરી કાર્યવાહી 1971 માં પાકિસ્તાન પર થયેલા હુમલા પછી પ્રથમ વખત એવું છે કે ત્રણેય દળો એટલે કે આર્મી, નેવી અને એરફોર્સ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular