Thursday, April 23, 2026
HomeGujaratSuratસુરક્ષાના પોકળ દાવા વચ્ચે સુરતમાં આરોપીઓએ મોબાઈલની લૂંટ ચલાવી કામદારની કરી ઘાતકી...

સુરક્ષાના પોકળ દાવા વચ્ચે સુરતમાં આરોપીઓએ મોબાઈલની લૂંટ ચલાવી કામદારની કરી ઘાતકી હત્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરતઃ Surat Crime News: રાજ્યમાં જાણે ગુનેગારોને કાયદાનો કોઈ ડર ન હોય તે રીતે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. લગભગ દરરોજ હત્યાના (Murder) અને લૂંટના (Loot) બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના (Surat) સચિન વિસ્તારમાં મોબાઈલ માટે એક કામદારની હત્યાની ઘટના સામે આવી છે. જેમાં આરોપીએ કામદાર પાસેથી મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કરી કામદારને પેટમાં છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. મોડી રાત્રે બનેલા આ બનાવે પોલીસ (Surat Police) પેટ્રોલિંગ પર અને કાયદો અને વ્યવસ્થા પર સવાલ પેદા કર્યા છે.

મળતી માહિતી મુજબ સુરત શહેરમાં ગતરોજ મોડી રાત્રિના 12:30 વાગ્યા આસપાસ એક કામદાર સચિન વિસ્તારમાં આવેલા સાડીના કારખાના પરથી ઘરે પરત જઈ રહ્યો હતો. દરમિયાન રસ્તામાં સુડા સેક્ટર નજીક એક શખ્સે તેના હાથમાં રહેલો મોબાઈલ ફોન ઝૂંટવવામાં પ્રયાસ કર્યો હતો. મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ થતા કામદારે પ્રતિકાર કર્યો હતો. જેના કારણે આરોપીએ કામદારના પેટમાં છરીના ઘા ઝીંકી તેની હત્યા નિપજાવી દીધી હતી. આ સમગ્ર ઘટનાના દૃષ્યો સી.સી.ટી.વી.માં કેદ થતા સમગ્ર ઘટના સામે આવી હતી.

- Advertisement -
Loot and Murder in Surat
Loot and Murder in Surat

જેમાં જોઈ શકાય છે કે બાઈક પર ઘસી આવેલા 3 શખ્સોએ કામદારનો મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. અને બાદમાં આરોપીઓએ ચપ્પુના ઘા મારી કામદારની હત્યા કરી નાખી હતી. આ મામલે જાણકારી મળતા સચિન પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ અત્રે સવાલ પેદા થાય છે કે નાઈટ પેટ્રોલિંગના અને સુરક્ષાના દાવા કરતા પોલીસ તંત્રનું પેટ્રોલિંગ હોય તો હત્યાના અને લૂંટના બનાવ કેમ સતત સામે આવી રહ્યા છે?

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular