નવજીવન ન્યૂઝ. અમદાવાદ: AMC Stray Cattle Policy: અમદાવાદમાં (Ahmedabad) રખડતા ઢોરનો ત્રાસ (Stray Cattle Issue) દિવસને દિવસે ચરસીમાએ પહોંચી રહ્યો છે. રાજ્ય સહિત શહેરના રસ્તાઓ પર રખડતા ઢોર યમરાજ બની ફરી રહ્યા છે. અને અનેક લોકોને મોતના ઘાટ ઉતારી રહ્યા છે. રખડતા ઢોરની સમસ્યા નિવારવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એકશનમાં આવી છે અને કાયમી નિરાકરણ લાવવા માટે તંત્રએ રખડતા ઢોરને લઈ પોલીસી ઘડી કાઢી છે, સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ રખડતા ઢોર પોલીસીને રજૂ કરવામાં આવશે. જેમાં ઢોર રાખવા માટે હવેથી પશુપાલક કે સંસ્થાઓને લાયસન્સ લેવુ ફરજીયાત કરવામાં આવ્યુ છે.
રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસના કારણે અનેક નિર્દોષ લોકો મોતને ભેટયા છે જેને લઈ હાઈકોર્ટ પણ લાલઘૂમ બની હતી અને કડક હાથે રાજ્ય સરકારને કાર્યવાહી નિર્દશ આપ્યા હતા અને થોડાક દિવસ અગાઉ આ બાબતે રાજ્ય સરકારે રખડતા ઢોર નિયંત્રણ કાયદો પણ ઘડ્યો હતો પરંતું માલધારી સમાજના ભારે આક્રોશ અને વિરોધને લઈ અને આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકાર પાણી બેસી ગઈ હતી વોટબેન્કને કોઈ અસર ન પડે તે માટે રખડતા ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની ફરજ પડી હતી.
હાલમાં પણ રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે. જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરને ત્રાસને નિવારવા નવી પોલીસી જાહેર કરી છે હવે તે કેટલી કારગર સાબિત થશે તે તો આગામી સમય બતાવશે. અગાઉ પણ અનેક વખત તંત્ર દ્વારા કાયદો તેમજ પોલીસીઓ બનાવામાં આવી ચૂકી છે, ભારે વિરોધ અને કોઈના કોઈ કારણોસર તે માત્ર કાગળ પૂરતી સમિતી રહી જાય છે.
નવી પોલીસી અંગે માલધારી સમાજના આગેવાન નાગજી દેસાઈએ જણાવ્યુ હતુ કે તંત્ર શહેરીકરણ કરે એનો વાંધો નથી, જે તે પશુપાલક કે સમાજના લોકો ત્યા પશુ રાખી ગુજરાન ચલાવે છે, તંત્ર આ સામે પશુપાલકોને વૈકલ્પિક વ્યવસ્થા આપો પછી તંત્રે કાયદાની આંટઘૂંટી કરી સત્તાનું દૂરઉપયોગ ન કરવું જોઈએ જેમાં તેમણે કહ્યુ કે અમે પણ ઇચ્છીએ છીએ રખડતા ઢોરની સમસ્યાનું નિરાકરણ આવે અને નિર્દોષ લોકો મોતને ભેટતા અટકે પરંતુ જો ડંડા જોરે કરવા જતા હોવ તો ન કરતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








