Thursday, September 24, 2026
HomeGujaratGandhinagarમાણસામાં ખેડૂતના બંધ મકાનમાં ખાતર પાડતા તસ્કર, સાડા ચાર લાખની કરી ચોરી

માણસામાં ખેડૂતના બંધ મકાનમાં ખાતર પાડતા તસ્કર, સાડા ચાર લાખની કરી ચોરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ Mansa News: એક તરફ સરકારની મોંઘવારીનો માર ને બીજી બાજુ કમોસમી વરસાદનો ફટકો પડતા જગતના તાત ચિંતિત છે. ત્યારે એક ખેડૂત (Farmer) પરિવાર પર વધુ એક મુશ્કેલીનો માર પડ્યો છે. વાત છે માણસા (Mansa) તાલુકાના પરબતપુરા ગામમાં (Parbatpura Village)રહેતા એક ખેડૂત પરિવારની. કે જેઓ સંબંધીના ઘરે ધાર્મિક પ્રસંગે ગયા હતા. તે સમયનો લાભ ઉઠાવીને તસ્કરોએ ઘરનું તાળું તોડી તિજોરીમાંથી રૂપિયા 2.97 લાખના ઘરેણાં, 1.60 લાખ રોકડ મળીને કુલ 4.57 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા.

માણસા તાલુકાના પરબતપુરા ગામમાં રહેતા 57 વર્ષીય ખેડૂત રમેશભાઈ કાનજીભાઈ પટેલ તારીખ 11 મી એપ્રિલના રોજ સાંજના સમયે પરિવાર સાથે પિલવાઈ ગામે સંબંધીના ઘરે ધાર્મિક પ્રસંગમાં ગયા હતા. ત્યારે બંધ મકાન જોઈને તસ્કરોએ આ તકનો લાભ ઉઠાવીને ઘરમાં ઘુસીને હાથફેરો કર્યો હતો. આજે વહેલી સવારે પરત ફરેલા પરિવારે ઘરની જાળીનું તાળું તુટેલું અને ઘરના બંને મેઇન દરવાજા ખુલ્લા જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. આ તમામ દૃશ્યો જોઈને રમેશભાઇને ઘરમાં ચોરી થઈ હોવાનો અંદાજો આવ્યો હતો.

- Advertisement -

ઘરની તપાસ કરતાં રૂમમાં તિજોરીનું લોક તુટેલું હતું અને તેની અંદરનો સામન પણ વેરવિખેર હતો. આ સાથે જ બાજુમાં લાકડાનો કબાટ પણ ખુલ્લો હતો. બધુ ફંફોસતા ખ્યાલ આવ્યો કે, તેમના ઘરમાંથી આશરે સાડા ચાર તોલાના સોનાના દાગીનાની તેમજ રૂપિયા 1.60 લાખની રોકડ મળીને કુલ 4.57 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા.

આ સમગ્ર બનાવની જાણકારી રમેશભાઈએ માણસા પોલીસને કરતા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. રમેશભાઈની ફરિયાદને આધારે ચોરીનો ગુનો નોંધીને કાર્યવાહી શરુ કરી હતી. પોલીસે જે-તે સામાન પર લાગેલા ફિંગર પ્રિન્ટસના નમુના લઈ, ડોગ સ્ક્વોર્ડ ટીમની મદદથી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular