Saturday, June 3, 2023
HomeGujaratRajkotજલારામ બાપાના વીરપુરના માર્ગોની દુર્દશાથી સ્થાનિકઓ અને ભાવિકો પરેશાન, વચનો નહીં કામ...

જલારામ બાપાના વીરપુરના માર્ગોની દુર્દશાથી સ્થાનિકઓ અને ભાવિકો પરેશાન, વચનો નહીં કામ કરોની ઉઠી બુમ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વીરપુર: Virpur News: સૌરાષ્ટ્રના વિખ્યાત યાત્રાધામ વીરપુરમાં (Famous Yatradham Virpur) સંત જલારામ બાબાા (Jalaram Bapa Temple) દર્શન માટે જતા ભાવિકોને બિસ્માર માર્ગોને (Bad Roads) કારણે હાલાકી પડી રહી છે. સાથે જ જેતપુર (Jetpur) નગરવાસીઓ પણ વીરપુરના બિસ્માર માર્ગોને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. આ મામલે વીરપુરના (Virpur) લોકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

Virpur Jalaram Temple Road
Virpur Jalaram Temple Road

યાત્રાધામા વીરપુરના નગરજનોમાં બિસ્માર માર્ગોને કારણે રોષ ભભૂકી રહ્યો છે. વળી વીરપુરમાં વિખ્યાત જલારામ મંદિર હોય વર્ષે લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે અને તેઓ પણ પરેશાનની ભોગ બને છે. કારણ કે વીરપુર રેલ્વે સ્ટેશનથી જલારામબાપાના મંદિર સુધી પહોંચવા માટેનો માર્ગ પણ અતિ બિસ્માર હાલતમાં છે. આમ લોકોને રેલ્વે સ્ટેશનથી મંદિર સુધી પહોંચવામાં ભારે હાલાકી પડી રહી છે. આ મામલે આજરોજ વીરપુરના રહેવાસીઓ દ્વારા બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશનથી મંદિર સુધી જતા રોડને તાત્કાલીક રીપેર કરવાની માગણી કરવામાં આવી હતી.

- Advertisement -
Rajkot to virpur road
Rajkot to virpur road

સ્થાનીકોનું કહેવું છે કે ખરાબ રસ્તાની સમસ્યાને લઈ અનેક વખત સ્થાનિક કક્ષાએ રજૂઆત કરી છે. આ રસ્તાના નવીનિકરણ માટે મંજૂરી મળી ગઈ હોવા છતાં પણ કોઈ કારણોસર કામ શરૂ કરવામાં આવતું નથી. આવું થવા પાછળનું કોઈ ચોક્કસ કારણ પણ મળતું નથી. ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ આ મામલે કહે છે કે ટૂંક સમયમાં જ આ માર્ગોનું કામ શરૂ થઈ જશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular