Friday, September 22, 2023
HomeGujaratAhmedabadનોર્કોટિક્સ અધિકારીની ખોટી ઓળખ આપી ઠગ ટોળકીએ મહિલા પાસેથી 4 લાખની છેંતરપિંડી...

નોર્કોટિક્સ અધિકારીની ખોટી ઓળખ આપી ઠગ ટોળકીએ મહિલા પાસેથી 4 લાખની છેંતરપિંડી કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેતરપિંડીની ઘટનાઓ સતત વધી રહી છે, અવાર-નવાર પોલીસ સ્ટેશનોમાં ઠગાઇ અને છેતરપિંડીની (Cheating) ફરીયાદો નોંધાય છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) તો એક યુવતીને ઠગોએ નાર્કોટીક્સ અધિકારી (Narcotics Officer) હોવાનું કહીને લખો રૂપિયાની છેતરપિંડી કરી છે. આ અંગે યુવતીએ અમદાવાદનાં બોપલ પોલીસ સ્ટેશનમાં (Bopal Police Station) ફરિયાદ નોંધાવી છે. યુવતીની ફરિયાદના અનુસંધાને બોપલ પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે.

યુવતીની ફરિયાદ મુજબ, યુવતીએ તાઇવાનમાં કોઈને પાર્શલ મોકલ્યું હતું. જેના થોડા દિવસ બાદ મુંબઈ ફેડએક્સ કંપનીમાંથી યુવતીને કોલ આવ્યો હતો અને જણાવ્યુ હતું કે, તમારા પાર્શલમાંથી ડ્રગ્સ, પાસપોર્ટ અને ડેબિટ કાર્ડ મળી આવ્યા છે. જેથી તમારું પાર્શલ કેન્સલ કરવામાં આવે છે. યુવતીએ આવું કોઈ પાર્શલ મોકલ્યું હોવાનું વાતને નકારી હતી. ત્યાર બાદ અન્ય એક વ્યક્તિએ યુવતીને કોલ કરીને વાત કરી હતી અને નાર્કોટીક્સના અધિકારી હોવાનું જણાવ્યું હતું. આ નકલી અધિકારી યુવતીને ડરાવવા માટે કહ્યું હતું કે, તમે આવું કેટલા સમયથી કરો છો? તમારા કેટલા બેંક એકાઉન્ટ છે? તમારા એકાઉન્ટમાં જે પૈસા છે તે બ્લેક મની તો નથી ને? આ બધી તપાસ કરવી પડશે.

- Advertisement -

ત્યાર બાદ આ નકલી અધિકારીએ યુવતીને તપાસ માટે ઓનલાઈન પૈસા મોકલવા જણાવ્યું હતું. આ યુવતી ગભરાઈ ગઈ હતી તેના કારણે તેણે અલગ અલગ એકાઉન્ટમાંથી આ નકલી અધિકારીને 4 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તેમ છતાં આ નકલી અધિકારી પૈસાની માગણી કરતો હતો, જેના કારણે યુવતીને લાગ્યું કે તેની સાથે ઠગાઇ થઈ છે. એટલે બાદમાં યુવતીએ બોપલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદ બાદ બોપલ પોલીસે આ ઠગો કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular