Monday, April 20, 2026
HomeGeneralભુજની સરકારી કચેરીમાં લાગી આગ, રેકોર્ડ રૂમ બળીને ખાખ

ભુજની સરકારી કચેરીમાં લાગી આગ, રેકોર્ડ રૂમ બળીને ખાખ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભુજ: ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ આગ લાગવાના કિસ્સા લગભગ રોજ જ સામે આવતા હોય છે. કાલે મોડી રાતે ભુજમાં એક સરકારી કચેરીમાં આગ લાગવાની ઘટના બની હતી. આ અગમાં મોટા ભાગના સરકારી કાગળો હોમાઈ ગયા હતા અને બળીને ખાખ થઈ ગયા હતા, જોકે ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટિમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં કરવાની કામગીરી શરૂ કરી હતી.



ભુજ તાલુકા પંચાયતની કચેરીમાં આવેલી ફાયબરની ઓફિસમાં કાલે રાતે એકાએક આગ લાગી ગઈ હતી. આ આગમાં રેકોર્ડ રૂમ, ટેકનિકલ રૂમ અને નરેગા રૂમ ઝપેટમાં આવ્યા હતા. સરકારી કચેરીની ઓફિસ હોવાને કારણે મોટા પ્રમાણમાં કાગળ બળીને ખાખ થઈ ગયા હતા. ફાયબરની ઓફિસ અને કાગળ સલાગવાના લીધે આગની જ્વાળાઓ એટલી વધી ગઈ હતી કે આકાશમાં ધુમાડા અને અગ્નિ જ્વાળાના ગોતે ગોટા દેખાતા હતા.


- Advertisement -

આ ઘટના અંગે જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટિમ તેમજ પોલીસની ટિમ ઘટનાસ્થળે આવીને આગ પાર કાબુ મેળવવાનું સજરું કર્યું હતું. આ ઉપરાંત ઘટનાની જાણ થતાં જ DDO, TDO અને નગરપાલિકા પ્રમુખ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અત્યારે આગ પાર કાબુ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ આગ લાગવાનું કરણ હજુ જાણી શકાયું નથી.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular