Friday, April 17, 2026
HomeGujaratRajkotરાજકોટના પડવલા ગામમાં નકલી કફ સિરપ બનાવાનું કારસ્તાન ઝડપાયું

રાજકોટના પડવલા ગામમાં નકલી કફ સિરપ બનાવાનું કારસ્તાન ઝડપાયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં અત્યાર સુધી નકલી ખાદ્ય પ્રદાર્થ બનાવતી ફેક્ટરી ઝડપાવાની ઘટના સામે આવતી હતી, ત્યારે હવે નકલી દવાઓ તેમજ કફ સિરપ બનાવતી ફેક્ટરી (Fake cough syrup factory) ધમધમતી હોવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં (Rajkot) આવેલા પડવલા ગામમાં નકલી કફ સિરપ બનાવી લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરતી ફેક્ટરીનો શાપર-વેરાવળ પોલીસે (Rajkot Police) પર્દાફાશ કરી નકલી સીરપ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે નકલી કફ સિરપનું કારસ્તાન ચલાવનારા વ્યક્તિની ધરપકડ કરી છે.

શાપર-વેરાવળ પોલીસ ગતરોજ રવિવારની રાત્રિએ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓને રોકવા માટે નાઈટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, પડવલા ગામની સીમમાં આવેલા રેવન્યુ સર્વે નં 93ના 23નંબરના ગોડાઉનમાં છેલ્લા ઘણા સમયથી નકલી કફ સિરપ બનાવી લોકોના સ્વસ્થય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. તેમજ કફ સિરપનો ઉપયગો નશીલા પર્દાથ તરીકે પણ થતો હોવાથી કેટલાક લોકો નશા માટે પણ કફ સિરપ ખરીદતા હોય છે. આ બાતમીના અધારે શાપર-વેરાવળ પોલીસે ગતરોજ મોડી રાત્રે બાતમીવાળી જગ્યા પર દરોડો પાડી નકલી કફ સિરપ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી.

- Advertisement -

પોલીસે સ્થળ પરથી નશીલુ પ્રવાહી, પ્લાસ્ટિકની ખાલી બોટલ્સ, ઇલેકટ્રિક મશીન સહિત 6 લાખો રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ ફેક્ટરીમાં નકલી કફ સિરપ બનાવી વેચાણ કરતા વ્યક્તિ સલીમ કાણીયાની પણ ધરપકડ કરી છે. પોલીસે આરોપી કેટલા સમયથી નકલી કફ સિરપ બનાવતો હતો અને કોને-કોને વેચાતો હતો તે દિશામાં તપાસ હાથધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular