નવજીવન ન્યૂઝ. સુરત: Surat News: સુરતના નવાપુરા ગામમાં ગેલેરીમાં રમતી બાળકી અચાનક ચોથા માળેથી નીચે પટકાઈ જતા મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. જેને લઈ સમ્રગ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ લોકોએ પરિવારજનો કરતા તેમને આ બાબતની જાણ થઈ હતી. જેના પગલે તેઓ તાત્કાલિક ગ્રાઉન્ડ ફલોર પર દોડી આવ્યા હતા. બાળકને સારવાર મળે તે પહેલા જ ઘટનાસ્થળે તેનું કમકમાટીભર્યુ મૃત્યુ થયું હતું. બાળકના મૃત્યુના પગલે પરિવારે રોકકળ મચાવી દીધી હતી. જેથી સમ્રગ વિસ્તાર શોકનો માહોલ છવાયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં કોસંબા પોલીસ (kosamba Police) બનાવસ્થળે પહોંચી હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.
બનાવની મળતી વિગતો મુજબ, સુરતના માંગરોળ તાલુકાના નવાપુરા ગામમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રાત્રિના સમયે દોઢ વર્ષનું બાળક ઘરની બહાર ગેલેરીમાં રમી રહ્યું હતું. માતા નિત્યક્રમ પ્રમાણે પોતાના ઘરના કામમાં વ્યસ્ત હતી. રમતા-રમતા બાળક ગેલેરીમાં પડેલા ટેબલના સહારે રેલિંગ પાસે ઉભુ રહી ગયું હતું. જેથી અચાનક ચોથા માળેથી ઘડામ લઈ જમીન પર પટકાયું હતું. ઘટનાને પગલે આસપાસ લોકો પણ બાળક પાસે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ લોકોએ તાત્કાલિક બાળકના પરિવારને કરતા પરિવારજનો ગ્રાઉન્ડ ફલોર ઉપર દોડી આવ્યા હતા અને બાળકને લોહીલુહાણ હાલતમાં જોઈ માતાનું હૈયાફાટ રૂદન સામે આવ્યું હતું. બાળકીને સારવાર મળે તે પહેલા ઘટનાસ્થળ જ તેનું મૃત્યુ થયું હતું. આ બનાવને લઈ લોકોએ પોલીસને જાણ કરતા કોંસબા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકના લોહીલુહાણ હાલતમાં પડેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો હતો.
ઘટનાની જાણ નોકરી પર ગયેલા બાળકના પિતા મુકેશ ચૌધરીને કરવામાં આવતા તેઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. બાળકના મૃત્યુ સમાચારથી તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. હાલ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પિડિત પરિવાર બિહારના રહેવાસી છે અને નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ મામલે કોસંબા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Tag: Surat Live New Today
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








