લતીફ ભાગ-26: હવે પોલીસ Police ને કોઈ નેતા ફોન કરશે નહી તેવી ખાતરી મળતાં ડીસીપી એ. કે. સુરોલીયા DCP A. K. Surolia પોતાની ટીમ સાથે મેદાનમાં ઉતરી ગયા. તોફાનાઓને જે ભાષામાં ખબર પડતી હતી તે જ ભાષામાં પોલીસ Police વાત કરવા લાગી. દંડા અને બંદુકનો ઉપયોગ શરૂ થયો, ક્યાંક બળનો વધુ પડતો પણ પ્રયોગ થઈ ગયો. ગુંડાઓને પકડી પકડી પોલીસ જેલ Police Jail માં મોકલવા લાગી હતી. શહેર શાંત થવા લાગ્યુ હતું. સામાન્ય છુટક ઘટનાઓ બનતી હતી. તોફાનોમાં હિન્દુ Hindu ઓને નુકશાન થઈ રહ્યુ છે તેના માટે કોંગ્રેસ Congress જવાબદાર છે તેવુ હિન્દુ Hindu ઓ માનતા હતાં પણ પોલીસે બળ પ્રયોગની શરૂઆત કરી તેની સાથે મુસ્લિ Muslim મોએ પણ કોંગ્રેસ Congress ઉપર મુસ્લિમ વિરોધી હોવાનો આક્ષેપ શરૂ કર્યો હતો.
ત્યારે જે કાયદો અસ્તિત્વમાં હતો તેને ટાડા એક્ટ તરીકે ઓળખાતો હતો. જેમાં દેશભરમાં ત્રાસવાદી Terrorist પ્રવૃત્તિ કરનારા સામે દેશમાં ટાડા એક્ટ હેઠળ કાર્યવાહી થતી હતી. ટાડા એક્ટ હેઠળ પોલીસને વિશાળ સત્તાઓ હતી. સામાન્ય કાયદા પ્રમાણે પોલીસ Police સામે નોંધવામાં આવેલુ નિવેદન કોર્ટમાં માન્ય હોતુ નથી. પરંતુ ટાડા એક્ટ હેઠળ ડીએસપી DSP કક્ષાના અધિકારી સામે નોંઘવામાં આવેલુ નિવેદન કોર્ટમાં માન્ય હતું. ત્યારે પોલીસ Police ઉપર એવા આક્ષેપો થવા લાગ્યા કે પોલીસ Police બળપૂર્વક ડીએસપી DSP સામે નિવેદન નોંધી નિર્દોષ મુસ્લિમોને નિશાન બનાવી રહી છે. આ વાતના સમર્થનમાં મુસ્લિમ સંગઠનોએ કેટલાંક આંકડા રજુ કર્યા હતાં. જેમાં કાશ્મીરમાં ટાડા હેઠળ 75 હજાર કેસ નોંધાયા હતાં ત્યારે કાશ્મીર Kashmir માં તો ઉગ્રવાદ ચરમસીમાએ હતો, પણ કાશ્મીર પછી ટાડાનો સૌથી વધુ ઉપયોગ ગુજરાત Gujarat માં થયો હતો. ગુજરાત Gujara માં 48 હજાર વ્યક્તિઓ સામે પોલીસ ટાડા એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
ઘણી જગ્યાએ નિર્દોષ મુસ્લિ Muslim મો પણ દંડાયા પણ બીજી તરફ અમદાવાદ પોલીસે Ahmedabad Police લતીફ Latif ના એક એક ગુંડાઓને પકડી તેમની હેસીયત બતાડવાની શરૂઆત કરી. લતીફ Latif ની ગેંગમાં 100 કરતાં વધુ મોટા ગુંડાઓ હતાં. હવે તમામને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ Ahmedabad Crime Branch ની ગાયકવાડ Gaikwad હવેલીમાં લાવવામાં આવે તો કદાચ તે જગ્યા નાની પડે તેમ હતી. તેના કારણે હંગામી ધોરણે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch દ્વારા ખેડા પોલીસ હેડક્વાર્ટર Police Headquarters માં લોકઅપ અને રીમાન્ડ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસ Police એક્શનમાં આવી છે તેવી ખબર પડતાં લતીફ Latif ના ગુંડાઓમાં નાસભાગ શરૂ થઈ હતી. પણ ડીસીપી એ. કે. સુરોલીયા DCP A. K. Surolia એ પોતાના સિનિયર અધિકારીઓ અને સરકારને પુછ્યા વગર આખા ઓપરેશનની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી નાખી હતી. લતીફ Latif ગેંગનો જે ગુંડો પકડાય તેને ઉપાડી સીધા ખેડા પોલીસ હેડક્વાર્ટર Police Headquarters માં લઈ જવામાં આવતો હતો. જેની સારી પેઠે ધોલાઈ થતી હતી. ત્યારે માનવ અધિકારના કાયદા અંગે એટલી સજાગતા ન્હોતી એટલે પોલીસ થર્ડ ડીગ્રીનો પણ સહારો લેતી હતી. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ને વધુ વાહનોની પણ જરૂર હતી કારણ ફરાર થયેલા ગુંડાઓને શોધી કાઢવા ગુજરાત Gujarat અને ગુજરાત Gujarat બહાર પણ જવું પડતું હતું.
એક દિવસ ઓફિસે આવી રહેલા ડીસીપી સુરોલીયા DCP A. K. Surolia ના ધ્યાનમાં ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના કેમ્પસમાં ધુળ ખાઈ રહેલી અનેક કાર આવી જે કોઈને કોઈ ગુનાનાં કામે કબજે કરવામાં આવી હતી. તરત સુરોલીયા Surolia ને ચમકારો થયો, તેમણે તમામ કારની નંબર પ્લેટ કાઢી નાખવાની સુચના આપી અને સબ ઇન્સપેક્ટર Sub Inspector કક્ષાના અધિકારીઓને કહ્યું તમે હવે તપાસના કામે આ કારનો ઉપયોગ કરી શકો છો અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ Ahmedabad Crime Branch ના અધિકારીઓ નંબર પ્લેટ વગરની કાર લઈ શહેરમાં લતીફ Latif ના એક એક સંભવીત સ્થળો ઉપર દરોડા પાડવા લાગ્યા હતાં. થોડાક જ સમયમાં ક્રાઈમ બ્રાન્ચે Crime Branch 80 કરતાં વધુ ગેંગસ્ટર્સ Gangsters ને પકડી લીધા હતાં. જ્યારે કેટલાંક મોટા માથા હતાં તે ગુજરાત Gujarat બહાર જતા રહ્યા હતાં, જેમાં રસુલપાટી પણ હતો. તે પોલીસ Police તેના સુધી પહોંચે તે પહેલા નેપાળ Nepal થઈ પાકિસ્તાન Pakistan ભાગી છુટવામાં સફળ થયો હતો. રાજકિય ઈચ્છા શક્તિ હોય તો પોલીસ Police અને તંત્ર કામ કરી શકે તેના ઉદાહરણની શરૂઆત થઈ હતી. જે પોલીસ દરિયાપુર Police Dariapur માં ઘુસવાથી ડરતી હતી ત્યાં હવે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch વાલે આયે તેવી બુમ પડે તો નાસભાગ શરૂ થવા લાગી હતી.
ત્યારે સુરોલીયા Surolia ને માહિતી મળી કે લતીફ Latif નો ખાસ અને શાહપુર Shahpur નો અબ્દુલ વહાબ Abdul Wahab મુંબઈના લોંખડવાલા કોમ્પલેક્ષ Mumbai Lokhandwala Complex માં છે. તેમણે તરત એક ટીમને મુંબઈ જવા રવાના કરી. તેમાં સબઈન્સપેક્ટર તરૂણ બારોટ Subinspector Tarun Barot પણ હતાં. જો કે લોંખડવાલા કોમ્પલેક્ષ Lokhandwala Complex વિશાળ જગ્યા હતી અને વહાબ ક્યા ફ્લેટમાં છે તેની માહિતી અમદાવાદ પોલીસ Ahmedabad Police પાસે ન્હોતી. તેના કારણે દિવસો સુધી સબઈન્સપેક્ટર તરૂણ બારોટ Subinspector Tarun Barot કોમ્પલેક્ષની બહાર ઉભા રહી નજર રાખતા રહ્યાં. એક સાંજે ખબર મળી તેમાં વહાબનો ફ્લેટ નંબર પણ મળ્યો. જો કે પોલીસને ખબર ન્હોતી કે ફ્લેટમાં વહાબ એકલો છે કે તેની સાથે અન્ય ગેંગસ્ટર Gangster છે. આ ઉપરાંત વહાબ પાસે હથિયાર હોવાની શક્યતા પણ હતી. જો ચુક થાય તો વહાબ અથવા તેના સાથી પોલીસ Police ઉપર ગોળી પણ ચલાવી શકે તેમ હતા.
એક યોજના તૈયાર કરવામાં આવી. ઓપરેશનનો સમય સવારના પાંચ વાગ્યાનો નક્કી થયો કારણ સવારે 5 વાગ્યે લોખંડવાલા Lokhandwala માં દુધવાળો આવતો હતો. પીએસઆઈ બારોટે PSI Barot દુધવાળાનો વેશ ધારણ કર્યો. બાકીના ટીમના સભ્યો ચોક્કસ અંતરે ગોઠવાઈ ગયા. જ્યારે બારોટ Barot મદદ માટે ઈશારો કરે ત્યારે ટીમ સમયસર ફ્લેટમાં દાખલ થઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ અને નક્કી થયા પ્રમાણે તરૂણ બારોટે Tarun Barot ફ્લેટની ડોર બેલ વગાડી. અંદરથી અવાજ આવ્યો કોન હૈ, બારોટે કહ્યુ દુધવાલા. કદાચ ડોર આઈમાંથી કોઈએ જોયુ પણ ખરૂ અને દરવાજો ખુલ્યો. દરવાજો ખોલનાર બીજો કોઈ નહીં પણ ખુબ અબ્દુલ વહાબ Abdul Wahab જ હતો. વહેલી સવારે ઊંઘમાંથી જાગી આંખો ચોળતો વહાબ નવા દુધવાળાને જોઈ વિચાર કરવા લાગ્યો કારણ તેણે આ દુધવાળાને પહેલી વખત જોયો હતો.
વહાબ Wahab કંઈ વિચારે તે પહેલા આજુબાજુ સંતાઈ ઉભી રહેલી ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ની ટીમ ધસી આવી. ત્યારે દુધવાળાના વેશમાં રહેલા તરૂણ બારોટે Tarun Barot પણ પોતાની રિવોલ્વર બહાર કાઢી વહાબને દિવાલમાં જ દબાવી દીધો. હજી થોડા મહિના પહેલા અમદાવાદ Ahmedabad જે વહાબ Wahab ના નામે ધ્રુજતુ હતું તે વહાબ ફફડી ગયો હતો તેને ડર હતો કે ક્યાંક પોલીસ તેનું એન્કાઉન્ટર Encounter કરી નાખે નહીં. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch સવારના અંધારામાં જ વહાબને Wahab ઉપાડી ખેડા આવવા માટે રવાના થઈ ગઈ હતી. લતીફ Latif પાકિસ્તાન Pakistan માં હતો પણ તેની સેના અને મોટા ભાગના સેનાપતિઓ પકડાઈ ખેડા પોલીસ હેડક્વાર્ટર Police Headquarter માં કુતરાની જેમ માર ખાતા હતાં પણ હવે તેમને છોડવવા માટે કોઈ રાજકિય નેતા ફોન કરતા ન્હોતા.
(ક્રમશ:)
PART – 25 | સુરોલિયાને ફોન આવ્યો નરહરિ અમીન સાહેબ બોલાવી રહ્યા છે
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









