Saturday, April 18, 2026
HomeGeneralગુજરાતમાં ભાજપ સરકારમાં શિક્ષણને વ્યાપાર બનાવાની તૈયારીમાં: ઈસુદાન ગઢવી

ગુજરાતમાં ભાજપ સરકારમાં શિક્ષણને વ્યાપાર બનાવાની તૈયારીમાં: ઈસુદાન ગઢવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં શિક્ષણમુદ્દે AAPએ સરકારને ઘેરવાનો પ્રયત્ન શરૂ કર્યો છે. સરકારી શાળાઓ બંધ ઓછી થતાં અને ખાનગી શાળાની ફી વધારા અંગે ઇસુદન ગઢવીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ખોટી ફી વધારો જો પાછો ખેંચવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી વિરોધ કરવા વાલીઓ સાથે રસ્તા પર આવી જશે.

શિક્ષણમુદ્દે ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજી કહ્યું કે, છેલ્લા ચાર વર્ષથી ગુજરાતમાં ખાનગી શાળાઓએ ૨૦ ટકાનો ફી વધારો કરેલો છે. દર વર્ષે પાંચથી દસ ટકા ફી કોઈના કોઈ બહાને ગુજરાત સરકારના ભાજપના નેતાઓના મીલીભગતથી ખાનગી શાળાઓની ફી વધારી દેતી હોય છે. જ્યારે કોરોના કાળમાં પણ જ્યારે ક્લાસ ઓફલાઈન ચાલતી હતી ત્યારે પણ ખાનગી શાળાઓ પર સરકાર તેનું કોઈ કન્ટ્રોલ નથી રાખતી. ઉલ્ટાનું ફી વધારો કરવાની ફેસિલિટી આપી દીધી એમ એમને ફી વધારો કરી દીધો. ગયા વર્ષે પણ ઓનલાઈન ક્લાસ હોવા છતાં પણ ફીમાં કોઇ ઘટાડો કરવામાં આવ્યો નથી. સરકારે આ સાબિત કરી બતાવ્યું છે કે કોઈ વાલી સાથે નથી. કોઈ મધ્યમ વર્ગ સાથે નથી.



પંજાબમાં ભગવંત માનની સરકારે આવીને સૌથી સારા એવા પાંચ નિર્ણયોમાંથી સૌથી મહત્વનો એક નિર્ણય લીધો છે કે પંજાબની કોઇપણ ખાનગી શાળાઓમાં ફી વધારો નહીં કરવામાં આવે. બીજ આ સ્કૂલના જે સંચાલકો છે જે આ સ્કૂલમાંથી ફરજિયાત ચોપડી અને ડ્રેસ લેવા પડે છે. તે લેવાની કોઈ જરૂર નથી, એ પંજાબની દરેક દુકાને મળશે .એવા બે સારા નિર્ણય ભગવત માંનની સરકાર પંજાબમાં લીધો છે.

- Advertisement -

જ્યારે ગુજરાતની ભાજપ સરકાર ને મારી વિનંતી છે કે જે ખાનગી શાળાઓની ફી વધારાની હાલ જે માંગણી છે એ મોફુક રાખવામાં આવે. અને ભાજપની સરકાર જે એફ.આર.સીનું ગઠન કર્યું છે. એ.અફ.આર.સી માંથી વાલીઓની અડળક લૂંટ ચાલી જ રહી છે. એફ.આર.સી ની ટીમમાં કોઈ વાલીઓને નથી રાખ્યા. અત્યારે જ્યારે પેટ્રોલ-ડીઝલ આસમાને છે. મોંઘવારી આસમાને છે. આટલી મોંઘી હોવા છતાં પણ ખાનગી શાળાઓમાં પાંચ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.


- Advertisement -

ગુજરાત સરકારને આમ આદમી પાર્ટીની એક જ અપીલ છે કે પાંચ ટકા ફી વધારવાનો નિર્ણય કર્યો છે કે વધારી દેવામાં આવી છે એ પાછી ખેંચી લેવામાં આવે. સાથે સાથે અહીંયા પણ સ્કૂલોમાં ફરજ પાડવામાં આવે છે કે ચોપડીઓ તમારે આ જ દુકાનથી લેવી પડશે .સ્કૂલના જે પહેરવેશ જે ગણવેશ છે તમારે આજ દુકાનથી લેવો પડશે .એ નિર્ણય પણ રદ કરવામાં આવે.એફ.આર.સીનું ગઠન થયેલું છે. એ ગઠનની અંદર વાલીઓને ઉમેરવામાં આવે. આ ત્રણ વસ્તુઓ જો આગામી સમયમાં નહીં કરે તો આમ આદમી પાર્ટી આ ત્રણ વસ્તુઓ માટે વિરોધ આંદોલન કરશે. આમ આદમી પાર્ટી વાલીઓને સાથે રાખીને વાલીઓના સભ્યને સાથે રાખી ને આમ આદમી પાર્ટી રસ્તા ઉપર ઉતરી આવશે.

અત્યારે ભાજપ સરકાર સત્તામાં છે. એમના પોતાના નેતાઓની અમુક ખાનગી સ્કૂલો ધરાવે છે .એટલે કોઈ પણ જાતની ફી વધારા મુદ્દે ભાજપ સરકાર કંઈ બોલતી નથી. જે પણ એફ.આર.સીમાં ફી વધારાની વાત કરવામાં આવે એટલે ફી વધારી દેવામાં આવે છે અને ફી વધારા મુદ્દે ભાજપ સરકાર કંઈ બોલતી નથી. સરકારી શાળાઓ પણ એટલા માટે જ બંધ કરવામાં આવે છે કે લોકો હેરાન પરેશાન થાય અને ખાનગી શાળાઓમાં એડમિશન લે, મોટી ફી આપે. એટલા માટે આમ આદમી પાર્ટી ચેતવણી આપે છે. આગામી સમયમાં જો ફી વધારો પાછો નહીં ખેંચાય. વધારવાની જે ડિમાન્ડ કરી છે તે અટકાવી દેવામાં નહીં આવે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટી વાલીઓને સાથે રાખીને શિક્ષણ ફી મુદ્દે આંદોલન કરશે. આમ આદમી પાર્ટી આંદોલન ત્રણ પ્રકારથી કરવાના છે. શરૂઆતમાં આવેદન આપીશું પછી અમે વાલીઓને સાથે રાખીને રસ્તા ઉપર ઉતરીશું અને ત્રીજું આશ્ચર્યજનક કાર્યક્રમ રાખીશું.




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular